બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો વધુ એક સપાટો : ગેરકાયદેસર રીતે રેતી ખનીજ વહન કરી રહેલા ચાર ડમ્પરો જપ્ત કર્યાં

Share

બનાસકાંઠા ભૂસ્તર વિભાગે મોડી રાત્રે અને વહેલી સવારે ઓચિંતી ચેકીંગ હાથ ધરી ચાર રેતી ભરેલા ડમ્પરો જપ્ત કરી રૂા. એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી રૂા. 11.90 લાખનો દંડ ફટકારતાં ભૂમાફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ઓફીસના સમય બાદ મોડી રાત્રે અને વહેલી સવારે ખાનગી રાહે ઓચિંતી રેડ કરી અનેક વખત ખનીજ ચોરી ઝડપી પાડી છે. ત્યારે ગતરોજ ભૂસ્તર અધિકારી સુભાષભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની ટીમ મોડી રાત્રે મોટા જામપુર ગામે પહોંચી તપાસ હાથ ધરતાં રેતી ભરેલા ત્રણ ડમ્પરો મળી આવ્યા હતા.

[google_ad]

જે ડમ્પરના ચાલક પાસે રોયલ્ટી પાસ બાબતે પૂછપરછ કરતાં રોયલ્ટી પાસ મળી આવેલ નહીં. જેથી ત્રણ ડમ્પરો જપ્ત કરી થરા પોલીસ મથકે લવાયા હતા. ત્યારબાદ વહેલી સવારે ફરી ચેકીંગ હાથ ધરતાં આખોલ ચાર રસ્તા નજીકથી પસાર થઇ રહેલ એક રેતી ભરેલા ડમ્પરના ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતાં મળી આવેલ નહી. જેથી ડમ્પરને જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે લવાયો હતો. આમ મોડી રાત્રે અને વહેલી સવારે મળી કુલ ચાર ડમ્પરો જપ્ત કરી રૂા. એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી રૂા. 11.90 લાખનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરી.

[google_ad]

બનાસકાંઠા ભૂસ્તર વિભાગની સતત કડક કાર્યવાહી અને ખાનગી રાહે તપાસને લઇને બનાસકાંઠાના ભૂમાફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે ગતરોજ ચાર ડમ્પરો ઝડપી પાડેલ જેમાં મોટા જામપુરા નજીકથી ડમ્પર નં. GJ-18-BT-3547, GJ-08-AU-7400, GJ-08-AU-2308 અને ડીસાના આખોલ નજીકથી ડમ્પર નં. GJ-08-Y-4432 આમ કુલ ચાર ડમ્પરો જપ્ત કરી રૂા. એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

[google_ad]

બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે છેલ્લા 6 માસમાં ઓચિંતી ચેકીંગ હાથ ધરી 266 ખનીજ ચોરીના કેસ કરી રૂા. 261.17 લાખનો દંડ ફટકારી સરકારને માતબર આવક ઉભી કરી છે.

[google_ad]

બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખાસ કરીને ડીસા તાલુકાના રાણપુર, ભડથ, કુંપટ, માલગઢ અને કાંકરેજ તાલુકાના મોટા જામપુરા, કંબોઇ, ઉંબરી, કસલપુર અને અરણીવાડા વિસ્તારમાં થતી ખનીજ ચોરીઓ ઝડપી અત્યાર સુધીમાં અનેક વાહનો જપ્ત કરી દંડની વસૂલાત કરી છે.

 

 

From – Banaskantha Update


Share