ધાનેરામાં નગરપાલિકા ભાજપ સદસ્ય હીરાલાલ ઠક્કરે પાલિકાના પૂર્વ પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો

Share

ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણી દરમિયાન ભાજપ સદસ્ય હીરાલાલ ઠકકરએ કોંગ્રેસ આગેવાન અને પૂર્વ નગર પ્રમુખ બળવતજી બારોટ વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા રાજકારણ ગરમાયુ છે.

 

[google_ad]

હીરાલાલ ઠક્કરે પૂર્વ પ્રમુખ દ્રારા ધમકી અને અપશબ્દો આપવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. નગરપાલિકામાં પૂર્વ પ્રમુખે હીરાલાલને પાલિકામાં કેમ આવ્યા છો, કેમ કોંગ્રેસની પાછળ પડ્યા છો એમ કહી અપશબ્દો બોલીને ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

[google_ad]

જ્યારે આ ફરિયાદ મામલે બળવતજી મીડિયાને જણાવ્યું કે, આ ફરિયાદ રાજકીય પ્રેરીત છે ધમકી અમે નહિ પણ ભાજપ વાળા આપે છે ભાજપ ચૂંટણીમાં હાર ભાળી જતા અમારા પર આવા ખોટા આક્ષેપ કરી કોંગ્રેસને બદનામ કરવાનું ભાજપનું સુનિચિત કાવતરું છે.

 

[google_ad]

હાલ પાલિકાની વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે ફરિયાદ થતા રાજકીય વાતાવરણ ગરમાયુ છે ત્યારે તંત્ર અને પોલીસ એક્શનમાં નહિ આવે તો રાજકીય સ્વરૂપ ઉગ્ર બને એવા એંધાણ સામે દેખાઈ રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share