પાલનપુરમાં કલેક્ટર કચેરી બહાર આંગણવાડી કાર્યકરોના ધરણા

Share

પાલનપુર કલેક્ટર કચેરી બહાર આંગણવાડી વર્કરો દ્વારા ધરણાં યોજવામાં આવ્યાં હતાં. 16 જેટલા વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે ધરણા યોજી આગામી સમયમાં પણ આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતી બહેનો દ્વારા આજે પાલનપુર કલેક્ટર કચેરી બહાર તેમના 16 જેટલા વિવિધ પડતર પ્રશ્નોને લઈ ધરણાં યોજવામાં આવ્યાં હતાં.

[google_ad]

માનદ વેતન નહીં પણ વેતન આપી અમને કાયમી કરો, વધારાની કામગીરી બંધ કરો, કાર્યકર અંર તેડાગારને વર્ગ 3/4માં સમાવેશ કરી જેવા અનેક બેનરો સાથે ધારણા યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.

[google_ad]

આ બાબતે આંગણવાડી વર્કરોના આગેવાન ચંપાબેને જણાવ્યુ હતુ કે, માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં પણ આંદોલન ચાલુ રાખવામાં આવશે. તેવી ચીમકી આપવામાં આવી હતી.

 

 

From – Banaskantha Update


Share