ડીસા નગરપાલિકાની અપક્ષ મહિલા સદસ્યએ મંડળીના રૂ. 8.80 લાખ ન ભરતાં મકાન સિલ કરાયું

Share

ડીસા નગરપાલિકાના મહિલા સદસ્યએ છેલ્લા 11 વર્ષથી સરદાર મંડળીના રૂ. 8.80 લાખ ભર્યા ન હતાં. જે અંગે ડીસા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા મિલ્કત જપ્ત કરવા આદેશ કરતાં શુક્રવારે મિલ્કત જપ્ત કરવાની કામગીરી કરવા ગયેલ બેલીફ તેમજ બેંકના અધિકારીઓને અપક્ષ મહિલા સદસ્ય મધુબેન શ્રવણકુમાર કેલા, તેમના પતિ શ્રવણકુમાર કેલા અને તેમનો દીકરો લૂંટના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં નગરપાલિકાના અપક્ષ મહિલા સદસ્યના મિલ્કત જપ્ત કરવામાં આવી. ડીસા શહેરમાં વર્ષો અગાઉ કાર્યરત ધી સરદાર કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. ડીસાનું કેટલાંક લોકોએ ધીરાણ મેળવી લેણાની રકમ ન ભરતાં સહકારી ક્રેડીટ સોસાયટીનું ઉઠમણું થયું હતું. જેમાં ડીસાના કૃષ્ણકુંજ સોસાયટી પ્રતાપ ચાલી ખાતે રહેતાં ડીસા નગરપાલિકાના અપક્ષ મહિલા સદસ્ય મધુબેન શ્રવણ કુમાર કેલા(મહેશ્વરી) પરીવાર દ્વારા પણ સરદાર સોસાયટીમાંથી લીધેલ લોન અંગે વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં બાકી રકમ ભરવામાં આવતી ન હતી.

[google_ad]

 

છેલ્લા 11 વર્ષથી સરદાર મંડળીના રૂ.8.80 લાખ લઈ ભર્યા ન હતાં. જે અંગે ડીસાના બીજા એડીશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં સ્પેશ્યલ દરખાસ્ત નં. 32/2011 મુજબ તપાસ ચાલી રહી હતી. ત્યારે શુક્રવારે નામદાર બીજા એડિ.સિનિયર સિવિલ જજ.સા.ની કોર્ટ(બી વી પરમાર સા.ની કોર્ટ) સી.પી. સી.ઓડર 21 કાનૂન 30 મુજબ જગત મિલ્કત જપ્તી કરવાની કામગીરી સોંપતા કોર્ટના બેલીફ પરષોતમદાસ સોમાલાલ વોરા(બ્રાહ્મણ) તેમજ મધ્યસ્થ સહકારી બેંક પાલનપુરના અધિકારી રાજેશભાઇ કાંતિલાલ પટેલ(ડફેર તેમજ જયેશભાઇ ખેમચંદભાઈ પરમાર તેમજ ડીસા દક્ષિણ પોલીસની ટીમ સાથે ડીસાની કૃષ્ણકુંજ સોસાયટીમાં પ્રતાપ ચાલીમાં જતાં નગરપાલિકા અપક્ષ મહિલા સદસ્ય મધુબેન શ્રવણકુમાર કેલા (મહેશ્વરી),શ્રવણકુમાર મધુરદાસ કેલા(મહેશ્વરી) તથા ધવલ શ્રવણકુમાર કેલા (મહેશ્વરી) તેમના ઘરે હતા.

[google_ad]

Advt

 

તે દરમિયાન મિલ્કત જપ્ત કરવા આવેલ બેલીફ તેમજ બેંકના અધિકારીઓને કહેલ કે તમે અહીં કેમ આવ્યા છે. ત્યારે તેમને જણાવેલ કે નામદાર બીજા એડિ.સિનિયર સિવિલ જજ.સા.ની કોર્ટ(બી વી પરમાર સા.ની કોર્ટ) સી.પી. સી.ઓડર 21 કાનૂન 30 મુજબ જગત મિલ્કત જપ્તી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

[google_ad]

 

 

જેથી અમે કાર્યવાહી કરવા આવ્યા છીએ ત્યારે નગરપાલિકા અપક્ષ મહિલા સદસ્ય મધુબેન શ્રવણકુમાર કેલા ,શ્રવણકુમાર મધુરદાસ કેલા તથા ધવલ શ્રવણકુમાર કેલા એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દ બોલવા લાગેલ તેમજ કહેવા લાગેલ કે જો તમે મિલ્કત જપ્ત કરશો તો તમને લૂંટના ગુનામાં ફસાવી દઈશ તેવી ધમકી આપવા લાગેલ તેમજ બેલીફ તેમજ બેંકના અધિકારી સાથે અસભ્ય વર્તન કરેલ તેમજ નામદાર કોર્ટની કામગીરીમાં રૂકાવટ કરવા લાગેલ તેમજ છતાં નામદાર કોર્ટના હુકમ આધારે જણાવેલ મિલ્કત ઉપર ત્રણ સિલ કર્યા હતા.

[google_ad]

 

 

 

નગરપાલિકા અપક્ષ મહિલા સદસ્ય મધુબેન શ્રવણકુમાર કેલા,શ્રવણકુમાર મધુરદાસ કેલા તથા ધવલ શ્રવણકુમાર કેલા આ ત્રણ લોકો દ્વારા કાયદેસરની કામગીરીમાં રૂકાવટ કરેલ અને અપશબ્દો બોલી તેમજ લૂંટની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હતી.

[google_ad]

 

તેથી બેલીફ પરષોતમદાસ સોમાલાલ વોરા(બ્રાહ્મણ), મધ્યસ્થ સહકારી બેંક પાલનપુરના અધિકારી રાજેશભાઇ કાંતિલાલ પટેલ અને જયેશભાઇ ખેમચંદભાઈ પરમાર ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચી જેમાં ડીસા કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવતાં પરષોતમદાસ સોમાલાલ વોરાએ નગરપાલિકા અપક્ષ મહિલા સદસ્ય મધુબેન શ્રવણકુમાર કેલા (મહેશ્વરી), શ્રવણકુમાર મધુરદાસ કેલા(મહેશ્વરી) તથા ધવલ શ્રવણકુમાર કેલા (મહેશ્વરી) વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ડીસા દક્ષિણ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

From  – Banaskantha Update


Share