એ.સી.બી ની સફળ ટ્રેપથી નાયબ મામલતદાર રૂ. 2.25 લાખની લાંચ લેતા ઝડપાયો

Share

આણંદ: ઉમરેઠ મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદારને રૂ.2.25 લાખની લાંચ લેતા નડિયાદ એસીબી દ્વારા રંગેહાથ પકડી લેવામાં આવ્યાં છે. આ નાયબ મામલતદાર બિલ્ડર પાસેથી જમીનનું ક્ષેત્રફળ સુધારવા લાંચ માંગી હતી.

[google_ad]

ઉમરેઠ મામલતદાર ઓફિસના ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર જયપ્રકાશ પુરૂષોત્તમભાઈ સોલંકી પાસે ભાલેજના બિલ્ડર આવ્યાં હતાં. આ બિલ્ડર જમીન ખરીદી પ્લોટીંગ કરી કન્સ્ટ્રકશનનું કામ કરે છે અને હાલમાં 11 વીઘા જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જોકે, આ જમીનના ક્ષેત્રફળ બાબતે ક્ષતિ જણાતા ક્ષતિ સુધારણાનો દસ્તાવેજ કરી વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા માટે આવ્યાં હતાં.

[google_ad]

જે બાબતે નાયબ મામલતદાર જે. પી. સોલંકીએ પાકી નોંધ પ્રમાણિત કરવા માટે પ્રથમ રૂ.3 લાખની લાંચની માગણી કરી હતી. જોકે, રકઝક થતાં આખરે રૂ. 2.25 લાખમાં આપવાનું નક્કી થયું હતું. આ બાબતે બિલ્ડરના ભત્રીજાએ નડિયાદ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ આપતાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ચૌધરી સહિતની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

[google_ad]

એ.સી.બી દ્વારા ગોઠવાયેલ આ છટકા મુજબ નાયબ મામલતદાર જે.પી. સોલંકી ગુરૂવાર મોડી સાંજે લાંચની રકમ લેવા ભાલેજની તાડપુરા ચોકડી, અમન કોમ્પ્લેક્સ પાસે ગયાં હતાં. જ્યાં લાંચના નાણા સ્વીકારતા છટકામાં રંગેહાથ પકડાઇ ગયાં હતાં. આથી, એસીબીએ જરૂરી કાર્યવાહી કરી તેને વધુ તપાસ અર્થે ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share