બનાસકાંઠાની નદીઓમાં પાણી સાથે મગર પણ આવ્યા : લોકો નદી કાંઠે મગર જોવા પહોંચ્યા

Share

બનાસકાંઠામાં સમગ્ર ચોમાસા દરમિયાન નહીંવત વરસાદ રહ્યો છે. પરંતુ, છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજસ્થાનમાં ધોધમાર વરસાદ વરસતાં બનાસ નદીમાં પાણીની આવક થઈ છે. ત્યારે આબુરોડ પર અમરાપુરી સ્મશાન ઘાટ પાસે બનાસ નદીમાં મગર હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

[google_ad]

નદીના પાણીમાં મગર આવ્યાની વાતને લઈ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છવાયો છે. તો બીજી તરફ બનાસ નદીમાં મગર હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ લોકો મગર જોવા નદીકાંઠે પહોંચી રહ્યા છે.

[google_ad]

Advt

નદી કિનારા પર એક મગરનો વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર દ્વારા પણ વીડિયોની અને તેના સ્થળની ખરાઈ કરવા તપાસ શરૂ કરવામા આવી છે.

From – Banaskantha Update


Share