ભાભરમાં ટ્રેકટર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત : એકનું ઘટના સ્થળે મોત, બે ઘાયલ

Share

ભાભર તાલુકાના ખારી પાલડી ગામ પાસે ટ્રેકટર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટરસાયકલ પર સવાર 3 લોકો હતા જેમાંથી મોટરસાયકલ પર સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

[google_ad]

જ્યારે પરેશભાઇ ઠાકોર, મંજુબેન ઠાકોર ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ મામલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ભાભરના ખારી પાલડી ગામ પાસે ટ્રેકટર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં મોટરસાયકલમાં સવાર ૩ લોકો પૈકી માનસુગભાઇ ઠાકોરનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું.

[google_ad]

Advt

આ અકસ્માતમાં પરેશભાઇ ઠાકોર, મંજુબેન ઠાકોર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ બાઈક સવારોને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share