પાલનપુર માર્કેટયાર્ડના 16 ડિરેક્ટરોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર, જાણો કોણ બન્યું વિજેતા

Share

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર માર્કેટયાર્ડના 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી. જેમાં માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન ફતાભાઈ ધારીયા અને પૂર્વ ચેરમેન સોમાભાઈ પટેલની પેનલો સામસામે હતી. જેમાં 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો અને 97.73 ટકા જેટલું મતદાન થયું હતું. રવિવારે માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું.

[google_ad]

જેમાં ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો ઉપર તેમજ ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો ઉપર વર્તમાન ચેરમેન ફતાભાઈ ધારીયાની પેનલના ઉમેદવારો વિજેતા બન્યા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો ઉપર પૂર્વ ચેરમેન સોમાભાઈ પટેલની પેનલના ઉમેદવારો વિજેતા બનતા હતા.

[google_ad]

 

Advt

16 ડિરેક્ટરોમાંથી 12 વર્તમાન ચેરમેન ફતાભાઈ ધારીયાની પેનલના ઉમેદવારો અને 4 પૂર્વ ચેરમેન સોમાભાઈ પટેલની પેનલના ઉમેદવારો વિજેતા બનતા બહુમતી વર્તમાન ચેરમેન ફતાભાઈ ધારીયાની પેનલની થતાં તેમની પેનલને વિજેતા જાહેર કરાઈ હતી જેથી માર્કેટયાર્ડમાં ફરીથી વર્તમાન ચેરમેને સતા યથાવત રાખતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી.

 From – Banaskantha Update


Share