ધાનેરા તાલુકાની દૂધ ઉત્પાદકોએ ડેરીના મંત્રી અને સંચાલકો વિરુદ્ધ ગોટાળાના આક્ષેપો કરી દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો

Share

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ધરણોધર ગામમાં દૂધ ઉત્પાદકો અને પશુપાલકો ડેરી સામે વિરોધ નોંધાવી રહ્યા છે, દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને ડેરીના નફામાં વહેંચણી કરવામાં ગરબડ કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ સાથે દૂધ ઉત્પાદકો,પશુપાલકોએ ડેરી આગળ જ દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે. ડેરીના મંત્રી કે સંચાલકો નફાની વહેંચણીમાં ગરબડ કરતાં હોવાનો દૂધ ઉત્પાદકો અને પશુપાલકોએ આરોપ લગાવ્યો છે.

Advt

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ચાર વર્ષથી ઓડીટ કરવામાં આવતું નથી અને પશુપાલકોએ જ્યારે રજૂઆત કરવા આવે છે ત્યારે મંત્રી કે સંચાલકો દ્વારા કોઈ તેમની વાત પણ સાંભળતાં નથી ત્યારે ઉત્પાદકો અને પશુપાલકોએ વિરોધ કરતાં રવિવારે વહેલી સવારે મંત્રીએ ડેરીને લોક મારીને જતાં રહેતાં દૂધ ઉત્પાદકો અને પશુપાલકોએ દૂધની બરણીઓ ઢોળીને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને અચાનક ડેરી બંધ કરતાં મંત્રી શંકરભાઇ રબારી વિરુધ્ધ દૂધ ઉત્પાદકો,પશુપાલકોએ આક્ષેપ લગાવ્યા હતાં.

[google_ad]

કોરોના બાદ હવે સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે એક તરફ ભારે વરસાદને લીધે ખેડૂતોના પાકને નુકશાન થયું છે તો ખેડૂતોને પશુઓના અનાજ માટે પૂરતો જથ્થો પણ મળતો નથી એવામાં ડેરીના મંત્રી કે સંચાલકો દ્વારા મનમાની કરતાં દૂધ ઉત્પાદકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. દૂધ ઉત્પાદકો ડેરીમાં નફામાંથી યોગ્ય રીતે વહેંચણી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પરંતુ ડેરીના મંત્રી કે સંચાલકો દ્વારા દૂધ ઉત્પાદકો અને પશુપાલકોની કોઈ વાત ધ્યાને લેવામાં આવતી નથી. જેને પગલે રવિવારે પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો.

 

 

From – Banaskantha Update


Share