ડીસા નગરી ફરી બની ખાડા નગરી : રસ્તા પર ખાડાઓના લીધે જોવા મળે છે ડિસ્કો કરતા વાહનો

Share

ડીસામાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે જાહેર માર્ગો પર વરસાદના કારણે ખાડા પડવાથી વાહન ચાલકોને વાહન ચલાવતા ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. વરસાદથી ડીસા નગરી ફરી ખાડા નગરી બની ગયી છે.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસુ ફરી સક્રિય બન્યું છે. છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે ડીસા શહેર તેમજ હાઇવે પર જ્યાં જોવો ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે નગરપાલિકા તેમજ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગો બનાવ્યા છે.

[google_ad]

પરંતુ સામાન્ય વરસાદના કારણે ડામર ધોવાઈ જતા શહેર તેમજ હાઇવે પર જ્યાંને ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે. આ માર્ગો પર વાહનો પણ ડિસ્કો કરતા નજરે પડી રહ્યા છે. જેથી વાહન ચાલકોને પણ વાહન ચલાવા મુશ્કેલ બની ગયા છે.

[google_ad]

તેમજ મોટર સાઇકલ ચાલકો અનેક વાર રોડ પર ખાડા પડવાથી અનેક વાર રોડ પર પટકાયા છે. તેમજ નાની મોટી ઇજા થવા પામી છે અને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. તેમજ વાહન ચાલકો જણાવી રહ્યા છે કે, “રસ્તા પર ખાડા પડવાથી અમારા વાહનોને પણ નુકશાન થવાની ભીતિ છે. પરંતુ શું કરીએ નોકરી ધંધા માટે તેમ બજારમાં કામ અર્થે જવું પડે છે ત્યારે આ માર્ગો પરથી ચાલવું પડે છે.

[google_ad]

નગરપાલિકા મોટી મોટી વિકાસની વાતો કરે છે પરંતુ આ જોતા વિકાસ તો કંઈક અલગ દેખાઈ રહ્યો છે. જેથી નગરપાલિકા દ્વારા સત્વરે ડીસા શહેરમાં જ્યાં રોડ પર ખાડા પડયા છે તેનું સમારકામ કરવા આવે જેથી વાહન ચાલકોને વાહન ચલાવવા મુશ્કેલી ન સર્જાય તેમજ અકસ્માતના બનાવોમાં પણ ઘટાડો થાય.”

 

From – Banaskantha Update


Share