જીલ્લામાં વરસાદના આગમનથી શાકભાજીનો બગાડ વધ્યો : વરસાદ વધારશે શાકભાજીના ભાવ

Share

બનાસકાંઠા જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને લાંબા સમય બાદ વરસાદનું આગમન થતા શાકભાજીનો બગાડ વધી ગયો છે અને તેના લીધે આગામી સમયમાં શાકભાજીના ભાવોમાં તોતિંગ વધારો થવાની શક્યતા વેપારીઓ જણાવી રહ્યા છે.

[google_ad]

આ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં ચોમાસુ ખૂબ જ મોડુ સક્રિય થયું છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરની મધ્યમાં ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેતું હોય છે. પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો ચોમાસાના સમયગાળા દરમ્યાન ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો હતો અને હવે ચોમાસુ પૂરું થવા આવી રહ્યું છે ત્યારે ચોમાસુ પણ જામતું જઇ રહ્યું છે.

[google_ad]

છેલ્લા ઘણા સમયથી વરસાદ ના હોવાના લીધે ખેડૂતો બોરવેલની મદદથી શાકભાજીની ખેતી કરતાં હતા અને સારું એવું ઉત્પાદન પણ મેળવી રહ્યા હતા. જેના લીધે શાકભાજીના ભાવો તળિયે બેસી ગયા હતા. પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી બનાસકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને તેના લીધે સતત વાદળછાયું વાતાવરણ સર્જાતા શાકભાજીનો બગાડ થઈ રહ્યો છે અને તેની સીધી અસર આગામી સમયમાં શાકભાજીની આવક પર પડશે.

 

[google_ad]

આગામી સમયમાં એટલે કે અઠવાડીયા બાદ શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે અને તેના લીધે શાકભાજીના ભાવોમાં ત્રણ ગણો વધારો થવાની આશંકાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચતા ખેડૂતોની હાલત કફોડી હતી અને લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં હવે વરસાદ ખેડૂતો માટે નવી મુસીબત લઈને આવ્યો છે. પહેલા વરસાદના અભાવે ચોમાસુ વાવેતર નિષ્ફળ જતું હતું તો અત્યારે વરસાદના લીધે શાકભાજીનો બગાડ થઈ રહ્યો હોવાથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે.

 

 

From – Banaskantha Update


Share