અંબાજી માર્ગ પર પદયાત્રીઓને ત્રણ શખ્સોએ છરીની અણીએ લુંટ્યા : એક શખ્સને લોકોએ ઝડપી પાડ્યો

Share

અંબાજી માર્ગ પર ભાદરવા મહાકુંભ મેળામાં ભાવિક ભક્તોનો ઘસારો ધીરે ધીરે વધતો જાય છે. જેમાં જય બજરંગ પગપાળા યાત્રા સંઘ-અંબાસણના પદયાત્રીઓ માં અંબાના દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે બુધવારે રસ્તા પર અચાનક ત્રણ શખ્સો આવી છરીની અણીએ બે મોબાઇલની લૂંટ ચલાવી હતી.

[google_ad]
જોકે, બે શખ્સો ફરાર થવામાં સફળ થયા હતા. જ્યારે એક શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હતો. આ ઘટના અંગે અંબાજી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી શખ્સની અટકાયત કરી જેલ હવાલે કર્યો છે. આ અંગે અંબાજી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, અંબાજીમાં ભાદરવી મહાકુંભ મેળામાં શ્રદ્વાળુઓનો દર્શન કરવાનો અનેરો મહીમા હોય છે. જેમાં ભાવિક ભક્તોનો ધીરે ધીરે ઘસારો વધતો જાય છે. ત્યારે માં અંબાના દર્શન કરવા ભાવિક ભક્તો ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી માર્ગો ગૂંજ્તા હોય છે.

[google_ad]

ત્યારે અંબાજી માર્ગ પર જય બજરંગ પગપાળા યાત્રા સંઘ-અંબાસણના પદયાત્રીઓ માં અંબાના દર્શનાર્થે જઇ રહ્યા હતા. તે દરમિયાન અંબાજી માર્ગ નજીક અચાનક ત્રણ શખ્સોએ છરીની અણીએ પદયાત્રીઓ પાસેથી બે મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જોકે, બે શખ્સો નાસી જવામાં સફળ થયા હતા. જ્યારે લોકોએ એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

Advt

[google_ad]

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ બનાવની જાણ અંબાજી પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે પોલીસે લૂંટ ચલાવનાર શખ્સની પૂછપરછ હાથ ધરી મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે શખ્સની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો.

 

[google_ad]

આ અંગે અંબાજી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, પદયાત્રીઓની સુરક્ષા અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. લાખો પદયાત્રીઓ માં અંબાના ભરોસે આવે છે. એવા સમયે બનેલી ઘટનાથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share