ધાનેરા તાલુકા પંચાયતમાં જર્જરીત કચેરીમાં પોપડા પડતાં એક અરજદાર ઘાયલ

Share

ધાનેરાની જર્જરીત તાલુકા પંચાયતમાં સોમવારે બપોરે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરની સામેના રૂમના ભાગે અચાનક છતના પોપડા પડતાં કામ અર્થે આવેલા નીચે બેઠેલા એક અરજદારને માથામાં પોપડું વાગ્યું હતું. જેથી તેને 108 વાન મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે તાલુકા પંચાયતની ઓફીસમાં છેલ્લા પાંચ વર્ષથી કોતડમ કરેલ બિલ્ડીંગમાં કામ ચાલે છે. 25 કરતાં વધુ કર્મચારીઓ તાલુકા પંચાયતમાં કામગીરી જીવના જાખમે કરી રહ્યા છે. આ બનાવના પગલે ધાનેરા ટી.ડી.ઓ. કઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

[google_ad]

ધાનેરા તાલુકા પંચાયત કચેરી છેલ્લા પાંચ વર્ષથી ખંડેર બની જવા પામી છે અને ચોમાસામાં છત ઉપરથી પાણી ટપકવાથી કચેરીમાં ક્યાંય બેસવું પણ મુશ્કેલ બન્યું છે તેમજ કચેરીમાં પડેલા રેકર્ડ પણ પાણીમાં પલળી જતાં હોય છે. અવાર-નવાર છતના પોપડા પડતાં હોય છે.

[google_ad]

પરંતુ આ નવિન કચેરી બનાવવા બાબતે સરકાર દ્વારા કોઇ જ તજવીજ કરવામાં આવતી નથી. સોમવારે બપોરે 1 વાગ્યાના સુમારે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરની સામેના રૂમના ભાગે અચાનક છતના પોપડા ખરી પડ્યા હતા અને કામ અર્થે આવેલા ત્યાં બેઠેલા એક અરજદારને માથામાં પોપડું વાગ્યું હતું. જેથી તેને 108 વાન મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે એક કર્મચારી માત્ર થોડા બચી ગયા હતા. આ સિવાય પણ અન્ય વિભાગની રૂમોમાં પાણી ટપકતાં હોવાથી કર્મચારીઓને બેસવું પણ મુશ્કેલ બન્યું છે.

[google_ad]

જ્યારે સતત અરજદારથી ધમધમતી કચેરી જર્જરીત હાલતમાં હોવાથી મોટી દુર્ઘટનાની શક્યતા સેવાઇ રહી છે. ગત વર્ષે પણ પોપડા ખરી પડતાં અરજદાર ઘાયલ થયા હતા પરંતુ છતાં ટી.ડી.ઓ.ની સબ સલામત જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મીડીયાએ સવાલ કરતાં ટી.ડી.ઓ. કહ્યું કે, નિવેદન આપવું નથી. કઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

From – Banaskantha Update


Share