બગોદરા-ધંધુકા રોડ પર ખડોલના પાટીયા નજીક ડ્રાઇવરને ઝોકું આવતાં ટ્રાવેલ્સ બસ પલટી ખાધી : 35 યાત્રાળુઓ ઘાયલ

Share

મંગળવારે વહેલી સવારના પાંચ વાગ્યે બગોદરા ધંધુકા રોડ પર ખડોલના પાટીયા પાસે યાત્રાળુઓને લઈ જતી ટ્રાવેલ્સ બસ પલટી ગઇ હતી. જેમાં 56 પૈકી 35 જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 4 લોકોની હાલત ગંભીર છે. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા અને રાણપુર સહિતની 108 દ્વારા રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતે ખસેડાયા હતા.

[google_ad]

ધંધુકા બગોદરા રોડ પર મંગળવારે વહેલી સવારે ટ્રાવેલ્સ બસ પલટી ખાઇ ગઇ હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35 જેટલાં મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં 4 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી. તે દરમિયાન બસને અકસ્માત નડયો હતો. ટ્રાવેલ્સ ડ્રાઇવરને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં આ ગોઝારો અકસ્માત બન્યો હતો. જે બાદ ડ્રાઇવર કૂદકો મારી નાસી છૂટ્યો હતો.

[google_ad]

Advt

અમદાવાદના દરિયાપુર શાહપુર વિસ્તારના દેવીપૂજક સમાજના યાત્રાળુઓ સાળંગપુર અને ખોડીયાર મંદિર દર્શનાર્થે જઈ રહ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ધંધુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 35થી વધુ યાત્રાળુઓને સોલા સિવિલ અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોને ધંધુકાથી અમદાવાદ 108, અન્ય એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા રીફર કરાયા હતા.

[google_ad]

 

સદનસીબે આ ગોઝારા અકસ્માતમાં કોઇનો જીવ નથી ગયો. તાજેતરમાં જ રાજસ્થાનમાં થયેલા ભયંકર રોડ અકસ્માતમાં 11 લોકોના મોત થઈ ગયા હતાં. આ અકસ્માત બિકાનેરમાં થયો હતો. જ્યાં ટ્રેલરની અથડામણ ક્રૂઝર ગાડી સાથે થઈ હતી. 8 લોકોએ તો ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે 3 ઘાયલને નોખા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઉપરાંત 7 ઘાયલ લોકોને બીકાનેર જીલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો મધ્ય પ્રદેશના સજનખેડાવ દૌલતપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. નોખા નજીક બાલાજી ગોલાઈમાં આ રોડ અકસ્માત થયો હતો

 

From – Banaskantha Update


Share