સાંચોરના મરટવા ગામની યુવતીને સાસરીયા દ્વારા ત્રાસ આપતાં ફરિયાદ નોંધાઇ

Share

ધાનેરાના અનારપુર ગઢ ગામમાં સાંચોરના મરટવા ગામની યુવતીને તેના સાસરીયા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી દહેજની માંગણી કરતા સાંચોરના મરટવા ગામની યુવતીએ ધાનેરા પોલીસ મથકે પતિ સહીત સાસુ સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

advt

આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનના સાંચોરના મરટવા ગામે રહેતાં નરશીભાઇ ધર્માભાઇ બોસ(મેઘવાળ)ની દીકરી અમરતીબેનના લગ્ન આજથી છ વર્ષ પહેલાં રમેશભાઇ કેશાભાઇ પરમાર (મેઘવાળ) (હાલ રહે. અમદાવાદ, વંદે માતરમ સોસાયટી, ગોતા ચોકડી) ના દીકરા સંજયભાઇ રમેશભાઇ પરમાર (મેઘવાળ) સાથે પાલનપુર ખાતે કોર્ટ મેરેઝ થયા હતા.

[google_ad]

 

અમરતીબેન સંજયભાઇ પરમારને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. અમરતીબેનના લગ્ન બાદ તેના પતિ સંજયભાઇ, સાસુ લીલાબેન રમેશભાઇ પરમાર અને સસરા રમેશભાઇ કેશાભાઇ પરમાર શરૂઆતમાં સારી રીતે રાખતા હતા અને છેલ્લા બે વર્ષથી અમરતીબેન અને તેના પતિ સંજયભાઇ ધાનેરાના અનારપુર ગઢ ખાતે રહે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી અમરતીબેનને તેના પતિ સંજયભાઇ રમેશભાઇ બોસ અવાર-નવાર હેરાન-પરેશાન કરતો હતો.

[google_ad]

 

પરંતુ ઘર સંસાર ન બગડે જેથી અમરતીબેન સહન કરી રહેતાં હતા. તા. 04/09/2021 ના રોજ અમરતીબેન ઘરે હતા. તે દરમિયાન તેનો પતિ સંજયભાઇ ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે, તું મારે જોઇતી નથી તુ અહીંથી તારા મા-બાપના ઘરે જતી રહે. ત્યારે અમરતીબેને જણાવ્યું હતું કે, હું લગ્ન કરીને આવી છું અને હું મજૂરી કરીને તમને કમાઇને આપું છું તમે કેમ મને હેરાન કરો છો તેમજ મારા દીકરાઓનું ભવિષ્ય કેમ બગાડો છો તેમ કહેતાં સંજયભાઇ અપશબ્દો બોલવા લાગ્યા હતા. એકદમ ઉશ્કેરાઇ જઇ પાણી ભરવાની રબરની પાઇપથી અમરતીબેનને માર માર્યો હતો. જેથી અમરતીબેન બૂમાબૂમ કરતાં સંજયભાઇ ઘરેથી જતો રહ્યો હતો.

[google_ad]

 

અમરતીબેનના સાસુ લીલાબેન અને સસરા રમેશભાઇ અવાર-નવાર અમરતીબેનના પતિ સંજયભાઇને ચડામણી કરતાં કે, કરીયાવરમાં કઇ લાવ્યું નથી તેવું કહી અવાર-નવાર મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. અમરતીબેનના પિતા આ બાબતે સમાજના માણસોને સાથે લઇ ઠપકો આપવા આવ્યા હતા.

[google_ad]

 

 

આ ત્રણ જણા એકદમ ઉશ્કેરાઇ જઇ અમરતીબેનના પિતાને કહેવા લાગ્યા કે, તમારી દીકરી અમારે આજે નથી જોઇતી અને કાલે નથી જોઇતી તમારે જે થાય જે કરવું હોય તે કરી લેજો તેવી ધમકી આપી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે પતિ અને સસરા-સાસુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share