બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના અનેક પ્રશ્નોને લઇને આવેદનપત્ર આપી ધરણાં કાર્યક્રમ યોજાશે

Share

બનાસકાંઠા જીલ્લામાં ભારતીય કિસાન સંઘ-ડીસા દ્વારા ખેડૂતોને મૂંઝવતાં પ્રશ્નોની અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોના પ્રશ્નોનું કોઇ નિરાકરણ ન આવતાં આખરે તા. 08/09/2021ને બુધવારના રોજ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ માટે સરકાર સામે ભારતીય કિસાન સંઘ આગળ આવી સરકાર સામે રજૂઆત કરવા માટે બનાસકાંઠાના જીલ્લા કલેક્ટર કચેરી આગળ પ્રતિક ધરણાં અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ યોજવા માટે જીલ્લાના દરેક ખેડૂતોને હાજર રહેવા આહવાન કરાયું છે.

[google_ad]

ખેડૂતોના પ્રશ્નો

(1) એમ.એસ.પી. નો કાયદો બનાવી ટેકાના ભાવથી હરાજી કરવી.
(2) બનાસકાંઠા જીલ્લામાં આવેલ બંધો દાંતીવાડા બંધ, સિપુ બંધ, મુક્તેશ્વર બંધ અને ધાનેરા રેલ નદી નહેર દ્વારા પાણીથી ભરીને નદીઓને જ સજીવન કરવી.
(3) બનાસ નદીમાં ડીસા પાસે આડ બંધ બનાવીને પાણીનો સંગ્રહ કરવો.
(4) ટ્રેક્ટર ટોલીને આધુનિક ખેડૂતોનું બળદ ગાડું ગણીને પાર્સિંગ આર.ટી.ઓ. માંથી મુક્તિ અપાવી.
(5) ખેડૂતોના કોમર્શિયલ થ્રી ફેજ કનેક્શન મીટર લાગેલ છે તેમાં ફીક્સ ચાર્જ નાબૂદ કરવો.
(6) કેન્દ્ર સરકાર દ્વારા ટી.ઓ.પી. ખેડૂતલક્ષી યોજનામાં ગુજરાતનો સમાવેશ કરેલ છે. જેમાં 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતાં ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવો જોઇએ અને તે પણ અગાઉ સબસીડી આપી તે રીતે ખેડૂતોના ઉતારા ઉપર ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ મળે તેવી યોજના બનાવી.

[google_ad]

Advt

આ તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે ભારતીય કિસાન સંઘ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ માટે સરકાર સામે પાલનપુર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાં યોજી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

 

From – Banaskantha Update


Share