ડીસા નજીકથી પકડાયેલ કતલખાને લઈ જવાતા ૪૦ ગધેડાઓને પરત મેળવવા કથીતી માલિકની અરજી ડીસા કોર્ટે ફગાવી

Share

ડીસા કતલખાને લઈ જવાતા ૪૦ ગધેડાઓને પરત મેળવવા કથીતી માલિકની અરજી ડીસા કોર્ટે ફગાવી;40 ગધેડાઓને રાજપુર ડીસા પાંજરાપોળમાં વચગાળાની કસ્ટડીમાં સાચવણી કરશે

રાજસ્થાન થી દિનપ્રતિદિન પશુઓને ગેરકાયદેસરરીતે કતલખાને લઈ જવાની ઘટનાઓ સામે આવી છે.તો બીજી તરફ પોલીસ તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ ઓને કતલખાને જતા અટકાવી પશુઓનો પાંજરાપોળમાં રાખી તેમનું લાલન-પાલન કરવામાં આવી રહ્યો છે.

[google_ad]

ત્યારે ડીસા ખાતે પણ તા.13/07/2021 ના રોજ રાજસ્થાન તા.વિસાલા. જી.બાડમેરથી એક ટ્રક માં 40 ગધેડા ભરીને કતલખાને લઈ જવાની જીવદયા પ્રેમીઓને બાતમી મળતા તેને તાત્કાલિક ધોરણે ડીસા દક્ષિણ પોલીસને જાણ કરી આ તમામ પશુઓને ડીસા ની કાંટ પાંજરાપોળ ખાતે રાખવામાં આવ્યા હતા. તેમજ પશુઓની હેરાફેરી કરતા ટ્રક ચાલક સામે ડીસા દક્ષિણ પોલીસ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

[google_ad]
ત્યાર બાદ ૪૦ ગધેડાના કહેવાતા માલિક દ્વારા તા.૨૯/૦૭/૨૦૨૧ ના રોજ ડીસાના મેં.જ્યુ.મેજી.ફ.ક. એસ મી દેવડાની કોર્ટમાં 40 ગધેડાંઓ પરત મેળવવા અરજી કરેલ.ત્યારે પાંજરાપોળ તરફી જાણીતા એકવોકેટ ગંગારામભાઈ કે પોપટની ધાર-દાર દલીલો તેમજ તમામ પક્ષકારોને સાંભળી ને ત્યાર બાદ ડીસાની નામદાર કોર્ટે કહેવાતા માલિકની અરજીના મંજુર કરી કરતા તમામ 40 ગધેડાંઓ ને ડીસાની કાંટ પાંજરાપોળ વચગાળાની કસ્ટડી તરીકે સાચવશે.

[google_ad]


Share