બનાસકાંઠામાં સરકારના નિયમ મુજબ 15 વર્ષ જુના 4400 ટ્રેકટર અને 8500 કાર ભંગારમાં ફેંકી દેવાશે

Share

સરકાર દ્વારા 15 વર્ષ જુના નોન ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે નવી પૉલિસી અમલી થવા જઇ રહી છે. ત્યારે પંદર વર્ષ જુના વાહનો ધરાવતા માલીકોની ચિંતા વધી છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ વાહનો પૈકી 15 હજાર જેટલા વાહનો 15 વર્ષ કે તેથી વધુ જુના વાહનો છે. ત્યારે આ વાહનોનું શુ કરવું તેને લઈ વાહન ધારકો વિમાસણમાં મુકાયા છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

પ્રદુષણના નિયંત્રણ તેમજ ઇંધણની બચત માટે કેન્દ્ર સરકારના 15 વર્ષ કે તેથી વધુ વર્ષના જુના વાહનો માટે નવો નિયમની અમલવારી થવા જઈ રહી છે. ત્યારે 15 વર્ષ જુના વાહનો ભંગારમાં ફેરવાશે જેને લઈ જુના વાહનો ધરાવતા લોકો મુંઝવણમાં મુકાયા છે.

[google_ad]

બનાસકાંઠા આરટીઓ કચેરીએ નોંધાયેલા આંકડા મુજબ જિલ્લામાં સૌથી વધુ 8500 મોટર કાર અને 4400 ટ્રેક્ટર 14 વર્ષ જુના છે. તેમજ 560 પેસેન્જર રીક્ષા, 4200 મોટર સાઇકલ, 1890 ટ્રક અને 50 ગુડઝ રીક્ષા વર્ષો જૂની હોઈ જિલ્લામાં આશરે 15 હજાર ઉપરાંત વાહનો સરકારની નવી પૉલિસી મુજબ ભંગારમાં ફેરવાશે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જેને લઈ આ વાહનોના માલીકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લામાં 11 હજાર ઉપરાંત નોન ટ્રાન્સપોર્ટ અને 4500થી વધુ ટ્રાન્સપોર્ટ વાહનો 15 વર્ષથી વધારે જુના છે અને સરકારની નવી પૉલિસીને લઈ આ વાહનોનું વેચાણ અટકી જતા જુના વાહનોનું શુ કરવુ તેને લઈ વાહન માલીકો મુંજવણમાં મુકાયા છે.

 

From – Banaskantha Update


Share