ડીસામાં બનાવટી દસ્તાવેજોથી ડોક્ટર હાઉસ અને ગોલ્ડનપાર્કનું બારોબાર વેચાણ

Share

ડીસાના રસાણા ગામના વ્યક્તિના નામે ભળતા નામે ખોટા ડોક્યુમેન્ટ બનાવી ડીસાના હાર્દ સમા ડોક્ટર હાઉસ અને ત્રણ હનુમાન રોડ પર આવેલ ગોલ્ડન પાર્ક સોસાયટીના ખોટા દસ્તાવેજો ઉભા કરી 13 વિઘા જમીન બારોબાર વેચી છેતરપિંડી કરતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

[google_ad]

બનાસકાંઠાના આર્થિક નગર ગણાતા ડીસાનુ વિસ્તાર અને વિકાસ સતત વધી રહ્યો છે ડીસામાં જમીનના ભાવ પણ મોટાં શહેરોની માફક આસમાનને આંબી રહ્યા છે. ત્યારે ડીસામાં ખોટા દસ્તાવેજ આધારે જમીન છેતરપીંડીનો વધું એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

[google_ad]

ડીસાના રસાણા ગામે રહેતા જોરાભાઈ નાથાભાઈ દેસાઈના નામ જેવું જ નામ ધરાવતા જોરાભાઈ નાથુંભાઈ દેસાઈની વર્ષો પહેલા ડીસાના ત્રણ હનુમાન પાસે જમીન આવેલી હતી. જે જમીન વર્ષો અગાઉ વેચાણ થતા અત્યારે ડોકટર હાઉસ બન્યું અને 100થી વધુ માલિકો પાસે કબજો છે. જ્યારે બીજી જમીન ગોલ્ડન પાર્ક જે હાલ રહેણાંક સોસાયટી આવેલી છે જ્યાં પણ અનેક લોકો મકાનો બનાવીને વસવાટ કરી રહ્યા છે.

[google_ad]

ત્યારે હાલ આ જમીનનો જુનો ઉતારો હજુ પણ જોરાભાઈ નાથુંભાઇ દેસાઈના નામે ચાલતો હોઇ કેટલાક ઈસમોએ આ જમીન બરોબાર વેચી મારવાના ઇરાદે જુના ઉતારાના આધારે ખોટા ત્રણ આધારકાર્ડ બનાવેલ અને બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવી દીધેલ. જોકે બાદમાં જોરાભાઇ નાથાભાઈ દેસાઈના ઘરે ત્રણ અલગ અલગ આધારકાર્ડ અને બાદમાં બેંકની ચેકબુક આવતા જોરાભાઈના પુત્ર ચોકી ઉઠ્યા હતા અને તેઓ બેંકમાં તપાસ કરતા કોઈ ખોટા આધારકાર્ડના આધારે એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું માલુમ પડતા એકાઉન્ટ બંધ કરાવી ડીસા તાલુકા પોલિસ મથકે અને બાદમાં જિલ્લા પોલીસ વડાની કચેરીએ લેખિતમાં ફરિયાદ આપી હતી.

[google_ad]

જોકે બાદમાં જોરાભાઈ નાથુંભાઇ દેસાઈના નામના ખોટા આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ અને પાનકાર્ડ બનાવી અને તેના આધારે જોરાભાઈનું ખોટું નામ ધારણ કરી ડીસા સબ રજિસ્ટાર કચેરીએ 5 જાન્યુઆરી 2017ના રોજ ડોક્ટર હાઉસવાળી જમીન અને ગોલ્ડનપાર્ક વાળી જમીનનો બાનાખત કરાવી દીધેલ.

[google_ad]

બાદમાં પોલિસે અરજીના આધારે તપાસ કરતા જોરાભાઈ નાથુંભાઇ દેસાઈનું ખોટું નામ પોપટભાઈ ગગાજી હેમાસિયા (ઠાકોર) રહે. ઉદરાણા, તા.થરાદ વાળાએ નામ ધારણ કરી તેમની ઓળખ ડામરાજી પુરાજી પટેલ રહે. તાલેગઢ,તા. ડીસા અને જીતેન્દ્ર હેમરાજભાઈ ચૌધરી રહે. સાંગથળા, તા. ખેરાલુ મહેસાણા વાળાએ સહીઓ કરી ત્રણેય જણાએ આ જમીનની પાવર ઓફ એટર્ની અમદાવાદના અમરત રામજીભાઈ દેસાઈના નામે કરી આપેલ.

 

[google_ad]

ત્યાર બાદ રણછોડ હાલાજી ઠાકોર રહે. ગણેશપુરા,તા. હારીજ પાટણ વાળા પોપટ ગગાજી હેમાસિયાના પિતાની ઓળખાણ આપેલ અને જે પાવર ઓફ એટર્નીના આધારે ડીસા સબ રજિસ્ટાર કચેરીમાં તા.1 જાન્યુઆરી 2021ના રોજ ખોટા ડોક્યુમેન્ટના આધારે રૂ 54.80 લાખની સ્ટેમ ડ્યુટી ભરી દસ્તાવેજ કરાવી દીધો હતો.

advt

[google_ad]

આમ સમગ્ર ખોટા દસ્તાવેજના આધારે ડોક્ટર હાઇસ અને ગોલ્ડન પાર્કની જમીનનું વેચાણ થઈ જતા જોરાભાઈ નાથાભાઈના પુત્ર મોતીભાઈ જોરાભાઈ રહે.રસાણા વાળાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

[google_ad]

મૂળ જમીન જોરાભાઈ નાથુંભાઈ દેસાઈએ 1974માં કોળી દાનસુગભાઈ ઓખાભાઈ પાસેથી લીધેલ હતી અને ત્યારબાદ 1976, 77માં આ જમીન બિન ખેતી કરી પ્લોટ પાડી ભૂતકાળમાં વેચાણ કરી દીધેલ છે. જ્યાં હાલ ડોકટર હાઉસ છે અને 100થી વધુ પાર્ટીઓની મિલકતો છે જ્યારે ગોલ્ડનપાર્ક વાળી જમીન પઢીયાર રાજેન્દ્ર લક્ષ્મીચંદ પાસેથી 1987માં ખરીદી 1988માં બિનખેતી કરી કરી પ્લોટ અલગ અલગ પાર્ટીઓને વેચી દીધેલા છે જ્યાં હાલ ગોલ્ડન પાર્ક ભાગ 1 અને 2 આવેલા છે. જે જમીન હાલના દસ્તાવેજમાં ખુલ્લી બતાવેલી છે.

Advt

[google_ad]

જમીન ખરીદનાર અમરત રામજી દેસાઈ અમદાવાદ વાળાએ ડીસા સબ રજિસ્ટાર કચેરીમાં 1 જાન્યુઆરી 2020ના રોજ દસ્તાવેજ કરાવેલ. જેમાં રૂ 54.82 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે જે ખરેખર સ્ટેમ્પ સાચા છે કે ખોટા તે પણ તપાસનો વિષય છે.

 

From – Banaskantha Update


Share