વાવમાં ધોળા દિવસે અજાણ્યો ટાબરીયો નજર ચૂકવી મંત્રીના હાથમાંથી રૂ. 5 લાખ ભરેલી થેલી લઇ ફરાર

Share

વાવની બનાસ બેંકમાં ધોળા દિવસે ગુરૂવારે દીપાસરાબના દૂધ મંડળીના મંત્રી ગ્રાહકોને ચૂકવવા અર્થે રૂ. પાંચ ઉપાડ્યા હતા. તેઓએ બેંકમાંથી રૂ. પાંચ લાખ લઇ થેલીમાં રાખ્યા હતા. જોકે, બેંકમાંથી બહાર આવતાં અજાણ્યો ટાબરીયો હાથમાંથી નજર ચૂકવી રૂ. પાંચ લાખની થેલી લઇને ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે વાવ પોલીસને જાણ કરતાં વાવ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ચોરી, લૂંટ અને ચીલઝડપના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે વાવની બનાસ બેંકમાં ધોળા દિવસે ગુરૂવારે દીપાસરાબના દૂધ મંડળીના મંત્રી દૂધના ગ્રાહકોને ચૂકવવા અર્થે રૂ. પાંચ લાખ ઉપાડ્યા હતા. તેઓએ એક થેલીમાં રૂ. પાંચ લાખ રાખ્યા હતા.

[google_ad]

જોકે, બેંકમાંથી બહાર આવતાં અજાણ્યો ટાબરીયો આવી હાથમાંથી નજર ચૂકવી રૂ. પાંચ લાખની થેલી લઇને રફૂચક્કર થઇ ગયો હતો. આ ઘટનાથી મંત્રીએ બૂમાબૂમ કરી હતી. પરંતુ ટાબરીયો ફરાર થઇ ગયો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

[google_ad]

આ બનાવથી બેંકમાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે વાવ પોલીસને જાણ કરતાં વાવ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સી.સી.ટી.વી. ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ટાબરીયો સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના કેદ થયો છે. જ્યારે ટાબરીયા ગેંગની કોઇ મોટી સક્રીય ટોળકીનો વ્યક્તિ છે કે પરંતુ પોલીસ દ્વારા સઘન તપાસ થશે તો જ ચીલઝડપ બનાવ બન્યો તે ઉકેલી શકાશે.

 

From – Banaskantha Update


Share