ડીસામાં એરપોર્ટ ચાલુ કરવા માંગ : એરપોર્ટ ચાલુ થાય તો ડીસા અને જીલ્લાનો વિકાસ વાયુ વેગે થઇ શકે

Share

ઉત્તર ગુજરાતનાં વેપારી મથક તરીકે ખ્યાતનામ માનવામાં આવતા ડીસા શહેરમાં 60 વર્ષ પહેલા શરૂ થયેલી હવાઈ સુવિધા નબળી નેતાગીરીના લીધે બંધ થઈ ગઈ હતી. ત્યારે એકવાર ફરી જો ડીસામાં હવાઈ સુવિધા શરૂ કરવામાં આવે તો ડીસા સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના લોકોના પરિવહન માટે સરળતા ઉપલબ્ધ બની શકે તેમ છે.

[google_ad]

કોઈ પણ શહેરનો વિકાસ તે શહેરમાં પરિવાહનની સુવિધા પર નિર્ભર માનવામાં આવે છે. જેટલી સરળતા તે શહેરમાં પહોંચી શકાય તેટલો ઝડપથી તે શહેરનો વિકાસ થતો હોય છે. ત્યારે વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતનાં વેપારી મથક ડીસા શહેરની તો ડીસા શહેરમાં ભારત આઝાદ થયો ત્યારબાદ હવાઈ યાત્રાની સુવિધા ચાલુ હતી.

[google_ad]

જે સુવિધા મુંબઈથી અમદાવાદ, ડીસા, જોધપુર થઈને અમૃતસર જતી હતી. અંબિકા એરલાઇન્સ નામની કંપની દ્વારા તેનું સંચાલન કરવામાં આવતું હતું. આજથી લગભગ 60 વર્ષ પહેલા જ્યારે અંબિકા એરલાઇન્સ ડીસામાં ચાલતી હતી ત્યારે પણ આ એરલાઇન્સમાં ભરપૂર ટ્રાફિક મળી રહેતો હતો અને મુસાફરોને અમદાવાદ કે મુંબઈ જવા માટે એડવાન્સ બુકિંગ અને વેઇટિંગમાં રહેવું પડતું હતું. પરંતુ સમય જતાં આ પછાત જિલ્લાની નબળી નેતાગીરીના લીધે આ હવાઈ સફરની સુવિધા બંધ થઈ ગઈ.

[google_ad]

બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેરનું ભૌગોલિક સ્થાન ખૂબ જ મહત્વનુ છે અને અહીં હવાઈ મુસાફરી શરૂ કરવામાં આવે તો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. કારણ કે, બનાસકાંઠા જીલ્લામાં પવિત્ર યાત્રાધામ અંબાજી આવેલું છે કે જ્યાં દેશ વિદેશથી ભક્તો માંના ચરણોમાં શીશ નમાવવા આવે છે.

[google_ad]

આ ઉપરાંત દક્ષિણમાં અમદાવાદ અને ઉત્તરમાં ઉદયપુર શિવાય ક્યાય હવાઈ મુસાફરીની સુવિધા ના હોવાથી લગભગ 200 કિલોમીટરથી વધારે વ્યાસ ધરાવતા વિસ્તારના લોકોને લાંબી યાત્રા માટે અમદાવાદ કે ઉદયપુર સુધી લાંબા થવું પડે છે. વધુમાં ડીસાથી ભારત પાકિસ્તાનની સરહદ પણ નજીક આવેલી છે અને ગુજરાત સરકાર દ્વારા આ સરહદ પર પ્રવાસીઓને આકર્ષવા માટે સીમા દર્શનનો મોટો પ્રોજેકટ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

[google_ad]

ત્યારે જો ડીસામાં હવાઈ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ બને તો ભારતભરથી પ્રવાસીઓ બનાસકાંઠા જિલ્લા સુધી સરળતાથી પહોંચી શકે અને અહીંના દુર્લભ સ્થાનોનો નજારો નિહાળી શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં વેપાર ધંધાને પણ સારો એવો વેગ મળી શકે તેમ છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં હવાઈ મુસાફરીની સુવિધા ચાલુ કરવી હોય તો સરકારને એરફીલ્ડ માટે જગ્યાનું સીમાંકન કરવાની પણ જરૂરિયાત નથી. કારણ કે ડીસામાં તૈયાર એરફીલ્ડ છે અને તેનો ઉપયોગ હવાઈ મુસાફરી માટે કરી શકાય તેમ છે. જો આજથી 60 વર્ષ પહેલા અહીં ચાલતી અંબિકા એરલાઇન્સમાં મુસાફરોને વેઇટિંગ કરવું પડતું હોય તો વર્તમાન સમયમાં ડીસાથી હવાઈ મુસાફરી કરવા માટે કેટલા મુસાફરો મળી રહે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. આ ઉપરાંત ડીસામાં હવાઈ મુસાફરી શરૂ થતાં બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનનો વિકાસ પણ ઝડપી બની શકે છે.

 

From – Banaskantha Update


Share