દાંતામાં કપડાં સૂકવવા જતાં માતા-પુત્રીને લાગ્યો વીજ કરંટ

Share

દાંતાના ઇન્દિરાનગર વિસ્તારમાં સોમવારે વહેલી સવારે માતા-પુત્રી સાથે મળી કપડાં ધોઇ સૂકવવા જતાં અચાનક કરંટ લાગતાં ઢળી પડયા હતા. જેમને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. માતા-પુત્રી કપડાં સૂકવવા જતાં કરંટ ઘરમાં લગાવેલ પંખામાંથી અર્થિંગથી લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, દાંતાના ઇન્દિરાનગર વિસ્તારમાં સોમવારે વહેલી સવારે માતા-પુત્રી સાથે મળી કપડાં ધોઇ તેને સૂકવવા જતાં અચાનક કરંટ લાગતાં તેઓ ઘટનાસ્થળે ઢળી પડયા હતા. આ બનાવની જાણ તેમના પરિવારજનોને થતાં તેઓ દોડી આવી તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

[google_ad]

જ્યારે આ ઘટનાથી પરિવારજનોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જ્યાં વાયરમેનને જાણ કરતાં વાયરમેન આવી તપાસ હાથ ધરતાં તેઓના ઘરમાં લગાવેલ પંખાના અર્થિંગથી કરંટ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

From – Banaskantha Update


Share