ડીસામાં નેશનલ હાઇવેની બેદરકારીથી રાજમંદિર પાસે ગટરનું પાણી હાઇવે પર ભરાયું

Share

ડીસા-પાલનપુર હાઇવે પરના રાજમંદિર સર્કલ પાસે હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી ગટર 60 મીટર જેટલી અધુરી છોડી દેતા ગટરનું ગંદુ પાણી હાઇવે પર ભરાઇ રહેતા વાહન ચાલકો સહિત સ્થાનિક વેપારીઓ પરેશાન થઇ ઉઠયા છે.

[google_ad]

ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રાફિક સમસ્યાના નિવારવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેમજ હાઇવેની બંને સાઇડના સર્વિસ રોડની બાજુમાં પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પ્રાઇમ હોટલ થી રાજમંદિર સુધી ગટર બનાવવાની શરૂઆત બાદ રાજમંદિર નજીકની સુખદેવનગર સોસાયટી સુધી ગટર બનાવ્યાં બાદ અધુરી છોડી દેવામાં આવી છે.

[google_ad]

 

જેથી ગટરનું ગંદુ પાણી હાઇવે પરના રાજમંદિર અને સુખદેવનગર સોસાયટીના પ્રવેશદ્વારમાં ભરાઇ રહેતાં સ્થાનિક રહીશો સહિત વેપારીઓ પરેશાન થઇ ઉઠ્યાં છે તેમજ ગટરની કામગીરી પૂર્ણ કરવામાં નહી આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

[google_ad]

Advt

સ્થાનિક વેપારી ધીરજભાઇ રાજગોરે જણાવ્યું હતું કે, ગટર ને નાળા સાથે જોડવાની જગ્યાએ હાઇવે ઓથોરિટી દ્વારા અધુરી છોડવામાં આવી છે. જેથી ગંદુ પાણી ભરાઇ રહેતાં મચ્છરો નો ઉપદ્રવ વધી રહ્યો છે તેમજ વાહન ચાલકો પણ પરેશાન થઈ ઉઠયા છે. જો સત્વરે ગટરની કામગીરી પૂર્ણ નહી થાય તો આંદોલન કરાશે.

 

From – Banaskantha Update


Share