દાતાઓએ નાણી એરફોર્સમાં પાંચ હજાર ગાયોને બે માસ સુધી દત્તક લઇ દાનની ઝોળી ખોલી

Share

ડીસા નજીક આવેલ નાણી એરફોર્સ કમ્પાઉન્ડમાં પાંચ હજાર જેટલાં ગાય સહીતના અબોલ પશુઓ વસવાટ કરે છે. ત્યારે વરસાદ ન થતાં ઘાસચારાના અભાવે ટળવળતી ગાયોને બે માસ સુધી દત્તક લઇ દાતાઓએ દાનની ઝોળી ખોલી રૂ. 15.51 લાખનો ઘાસચારો મોકલવાનો સંકલ્પ કર્યો છે. ડીસા સહીત બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ન થતાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે તેમજ બોરવેલમાં પણ પાણીના તળ સતત નીચે જતાં ખેડૂતો સહીત પશુપાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.

[google_ad]

ડીસા નજીક આવેલી નાણી એરફોર્સમાં પાંચ હજાર જેટલી ગાય વસવાટ કરે છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ થતાં અબોલ પશુઓને ચાર માસ સુધી પાણી કે ઘાસચારાની અછત પડતી ન હતી.

[google_ad]

 

 

પરંતુ ચાલુ વર્ષે વરસાદ ન થતાં અત્યારથી જ અબોલ પશુઓ પાણી અને ઘાસચારા વગર ટળવળી રહ્યા છે. જેથી નાણી ગામના યુવા સરપંચ પરબતભાઇ દેસાઇ (સરકાર), મોતીભાઇ આલ (કમોડા), નરસિંહભાઇ દેસાઇ (નાણી) અને નરસિંહભાઇ દેસાઇ (ગોઢા) સહીતના યુવાનો સતત ગાયો માટે સોશિયલ મિડીયામાં અપિલ કરી રહ્યા છે.

[google_ad]

આથી પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી પી.એન.માળી, હીતુભા જાડેજા, અશ્વિનભાઇ શાહ (સુરત), મનિષભાઇ શાહ (દર્શન) અને નિરવભાઇ ઠક્કર સહીતના દાતાઓએ રવિવારે નાણી એરફોર્સની રૂબરૂ મુલાકાત લઇ સતત બે માસ સુધી રૂ. 15.51 લાખનો ઘાસચારો પુરો પાડવાની નેમ વ્યક્ત કરી હતી.

[google_ad]

દુષ્કાળની આફત વચ્ચે નાણી એરફોર્સ વિસ્તારની પાંચ હજારથી વધુ ગાય ખોરાક માટે મુશ્કેલી અનુભવે છે. અવાર-નવાર દાતાઓ દ્વારા ઘાસચારો પુરો પાડવામાં આવે છે.

[google_ad]

પરંતુ દાન કરવા ઇચ્છા ધરાવતા દાનવીરોએ એકવાર અવશ્ય નાણી એરફોર્સની મુલાકાત લઇ અબોલ પશુઓને મદદરૂપ બનવા સરપંચ પરબતભાઇ દેસાઇ (સરકાર) દ્વારા અપિલ કરવામાં આવી છે.

 

From – Banaskantha Update


Share