ભાભરમાં શિક્ષકનું શરમજનક કૃત્ય : વિધાર્થીનીની છેડતી કરી બિભત્સ વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી

Share

બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં આવેલ રાધે ઇન્ટરનેશનલ શાળામાં એક વિધાર્થીનીને એક શિક્ષક અને ચાર વિધાર્થીઓ દ્વારા દુપટ્ટા વડે મોં બાંધીને બળજબરી કરી ડ્રેસનો કોલર ફાડી નાખ્યો હતો અને બિભત્સ વિડીયો ઉતાર્યો હતો.

 

[google_ad]

એક શિક્ષક દ્વારા આવું શરમજનક કૃત્ય કરવામાં આવ્યું હોવાથી ભાભર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ અંગે વિધાર્થીનીએ સમગ્ર હકીકતની જાણ તેના પાલક માતા-પિતાને કરતાં વિધાર્થીનીને સાથે લઇ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં આવેલ રાધે ઇન્ટરનેશનલ શાળામાં ધો.-11 સાયન્સમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ એક ગણિત વિષયના હવસખોર શિક્ષક નવિનભાઇ દરજી અને વિધાર્થીઓમાં પ્રદીપભાઇ, કીર્તીભાઇ અને અન્ય 2 શખ્સો દ્વારા દુપટ્ટા વડે મોં બાંધીને બળજબરી કરી ડ્રેસનો કોલર ફાડી નાખ્યો હતો અને બિભત્સ વિડીયો ઉતાર્યો હતો.

[google_ad]

શિક્ષકે કહ્યું કે, આ વાત કોઇને કહીશ તો તારો વિડીયો વાયરલ કરી તને બદનામ કરી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી ડરના કારણે વિદ્યાર્થીનીએ આ વાત કોઇને કરી નહી. વિધાર્થીની અભ્યાસ અર્થે દરરોજ આવતી તે સમયમાં ગણિતના શિક્ષક વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. જેથી લાગી આવતાં શાળાએથી છૂટ્યા બાદ ઘરે કોઇને કહ્યા વગર ભાભરથી નીકળી અમદાવાદ રેનબસેરા આશ્રમમાં ગઇ હતી.

 

[google_ad]

આ અંગે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોધાતા ભાભર પોલીસે શોધખોળ કરી વિધાર્થીનીને ભાભર અર્થે લાવી હતી. થોડા દિવસ કુટુંબીના ભાઇ કીર્તીભાઇના ઘરે રોકાઇ હતી. થોડા દિવસ બાદ હવસખોર શિક્ષકનો મોબાઇલ ફોન આવેલ અપશબ્દો બોલવા લાગ્યો હતો અને કહ્યું કે, તારો શાળામાં વિડીયો બનાવ્યો તે યાદ આવે છે તે બાબતે કોઇને વાત કરીશ તો તારો વિડીયો વાયરલ કરી દઇશ તેવી ધમકીઓ આપી હતી.

 

[google_ad]

જે તે સમયે કોઇને વાત કરી નહી. મોબાઇલ ઉપર મીસકોલ આવતાં અને વારંવાર હેરાન-પરેશાન કરતો હતો. જેથી ભરતભાઇ મફાભાઇ પરમાર અને ભાવનાબેન ભરતભાઇ પરમારને સધળી હકીકત જણાવી હતી. આ અંગે ભાભર પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ભાભર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની તપાસ થરાદ એસ.ટી.એસ.સી.સેલના ડી.વાય.એસ.પી. ડી.ટી.ગોહીલ ચલાવી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share