ધાનેરાના ધાખા ગામમાં બીજા વર્ષે પણ શિતળા માતાજી મંદિરે લોકમેળો મોકૂફ

Share

ધાનેરા તાલુકાના ધાખા ગામમાં શ્રાવણ વદ-સાતમે શિતળા માતાજીના મંદિરે લોકમેળો ભરાય છે. પરંતુ છેલ્લા સતત 2 વર્ષથી કોરોના મહામારીના કારણે લોકમેળો મોકૂફ રાખવાનો મંદિર ટ્રસ્ટ તરફથી નિર્ણય લેવાયો છે. જેથી બહારથી આવતાં ફેરીયા અને દુકાનદાર લોકમેળામાં ન આવવા મંદિરના ટ્રસ્ટ દ્વારા તાકીદ કરાઇ છે. લોકમેળો મોકૂફ રહેતાં ભક્તોને ઘરેથી માતાજીની પૂજા-અર્ચના કરવા અપિલ કરાઇ છે.

[google_ad]

ધાનેરા તાલુકાના ધાખા ગામમાં વર્ષોની પરંપરા મુજબ, શ્રાવણ વદ-સાતમે શિતળા માતાજીના મંદિરે લોકમેળામાં દર વર્ષે જનમેદની ઉમટે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી લોકમેળામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકમેળો મોકૂફ રાખવાનો મંદિર ટ્રસ્ટ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે.

[google_ad]

જેથી બહારથી આવતાં ફેરીયા અને દુકાનદાર લોકમેળામાં ન આવવા મંદિર ટ્રસ્ટ તરફથી સુચના અપાઇ છે. ભાતીગળ લોકમેળો બંધ રહેતાં ભક્તોને ઘરેથી પૂજા-અર્ચના કરવા અપિલ કરાઇ છે.

 

From – Banaskantha Update


Share