કલેકટરે આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાંતામાં સાંસ્કૃતિક વારસાના પુનઃ નિર્માણ માટે સરકારમાં દરખાસ્ત કરી

Share

બનાસકાંઠા જીલ્લાના આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તારોમાં પ્રાચીન નગરીના અવશેષો હોવાની લોક વાયકાઓ સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે. આદિજાતિ વિસ્તારમાં સાંસ્કૃતિક વારસા તરીકે સચવાયેલ દાંતા તાલુકાના રંગપુર-કાંટીવાસ ગામમાં રામ દરબાર અને પ્રાચીન શિવ મંદિર આવેલ છે.

ફાઈલ ફોટો

[google_ad]

દાંતા તાલુકાના પ્રવાસ દરમિયાન બનાસકાંઠા જીલ્લા કલેક્ટર આનંદ પટેલે રંગપુર-કાંટીવાસ અને ડુંગરાળ વિસ્તારના પૌરાણિક સ્થળોની મુલાકાત કરી હતી. આ વિસ્તારના સાંસ્કૃતિ વારસા અને આ મંદિર સમૂહના પુનઃ નિર્માણ માટે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી છે.

[google_ad]

ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તકની યોજનાઓ અંતર્ગત પુનઃ નિર્માણ માટે બોર્ડની ટીમ દ્વારા મુલાકાત લઇ સ્થાનિક સર્વે કરવા અંગે બનાસકાંઠા કલેક્ટરે સચિવ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ-ગાંધીનગરને તા. 19 ઓગષ્ટ-2021ના રોજ દરખાસ્ત મોકલી છે.

[google_ad]

બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલની મુલાકાત દરમિયાન રંગપુર-કાંટીવાસ ગામના ડુંગરાળ વિસ્તારમાં ઝાડી-ઝાંખરા વચ્ચે અંદાજીત 100 મીટરના વિશાળ વિસ્તારમાં ભવ્ય પૌરાણિક મંદિરોના સમૂહના અવશેષો જાવા મળ્યા હતા. આ અવશેષો પૈકી અનેક કલાત્મક શિલ્પ સ્થાપત્યો અને દેવી મૂર્તિઓ ઝાડી-ઝાંખરામાં ધ્વસ્ત અવસ્થામાં વેર-વિખેર પડેલ જણાઇ હતી.

[google_ad]

બાહ્ય આક્રમણકારો દ્વારા પાટણ પરની ચડાઇ દરમિયાન પ્રાચીન માર્ગમાં આવતાં હીન્દુ ધર્મસ્થળ તરીકે આ મંદિર સમૂહોને ધ્વસ્ત કરી હોવાની સંભાવના છે. હાલમાં આ અવશેષો અંતરીયાળ અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં પડેલ હોઇ ઘણા-ખરા અંશે સચવાયેલા છે. આ કલાકૃતિઓ અને સ્થાનિક લોકોની માન્યતાઓને ધ્યાને લઇએ તો રામ દરબાર મંદિર સમૂહ જણાય છે. આ જ ગામમાં રામ દરબાર મંદિર સમૂહ પાસે પૌરાણિક શિવ મંદિરના ભગ્ન અવશેષો પણ આવેલા છે. જેને પણ ધ્વસ્ત કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ જણાય છે.

 

[google_ad]

દાંતા તાલુકો રાજ્યના વિકાસશીલ તાલુકાઓ પૈકીનો આદિજાતિ વસ્તીની બહુલતા ધરાવતો તાલુકો છે. ત્યારે આ મંદિરોના પુનઃ નિર્માણની કામગીરીથી આ વિસ્તારમાં આવેલા પૌરાણિક સાંસ્કૃતિક વારસાના જતન ઉપરાંત આવનારા સમયમાં યાત્રિકોની અવર-જવર થતાં પ્રવાસન વિકાસ અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો નિર્માણ પામશે તેમ બનાસકાંઠા કલેક્ટર કચેરી દ્વારા જણાવાયું છે.

 

From – Banaskantha Update


Share