પાટણ જીલ્લામાં ભાજપના કેન્દ્રીય મંત્રીની બે દિવસ જન આશીર્વાદ યાત્રા યોજાઇ

Share

રાજ્યમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનો આરંભ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સોમવારથી કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ યાત્રાનો આરંભ કર્યો હતો. સોમવારે સાંજે યાત્રાનો પાટણના અસાલડી ગામમાંથી પ્રવેશ થતા ગ્રામજનો સહિત ભાજપના લોકો દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવી હતી. યાત્રા વિવિધ ગામોમાં ફરી રાત્રે પાટણ શહેરમાં પહોંચી હતી જેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે કેન્દ્રિય મંત્રીએ વહેલી સવારે શહેરમાં યાત્રાના બીજા દિવસનો વીર મેઘમાયા મંદિરમાં દર્શન કરી આરંભ કર્યો હતો.

[google_ad]

પાટણ જીલ્લામાં ભાજપના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની બે દિવસ જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી. જેમાં બીજા દિવસે પાટણ શહેરમાં વહેલી સવારે વીર મેઘમાયાના દર્શન કરી યાત્રા શરૂ કરી હતી. અને રાણીની વાવ નિહાળી બાદમાં રેડક્રોસ ભવન ખાતે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. ત્યાંથી ગાયત્રી મંદિરમાં દર્શન કરી પૂજા કરી હતી. યાત્રા ત્યારબાદ નવાગંજમાં પહોંચી સભામાં પરિવર્તન થઈ સમાપન થઈ હતી. સભામાં જીલ્લાના વિવિધ હોદેદારો અને સંગઠનની પાંખો દ્વારા મંત્રીનું સન્માન કરવા માટે સ્ટેજ પર મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા હતા.

[google_ad]

આ અંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પાટણ ઇતિહાસમાં સુનેરા સુવર્ણકાળ રહ્યો મંગળવારે સમગ્ર વિશ્વે તેની નોંધ લીધી છે. 100 ની નોટ પર પાટણ છે. આ ધરતી ઉર્જા સ્ત્રોતની ધરતી છે. આ સ્થળ પર આવતા જ ઉર્જા મળે છે. વીર મેઘમાયા જેવા વીર પુરુષનું બલિદાન પ્રેરણાત્મક છે. પાટણની પવિત્ર ધરતીની ગાથા અને ઇતિહાસને માથે ચડાવી નમન કરું છું. વધુમાં તેમને કોંગ્રેસ દ્વારા સંસદમાં કરેલા વિરોધને કલંકિત ઘટના ગણાવી પ્રહાર કર્યા હતા.

[google_ad]

નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યોને ગણાવી મહાન પુરુષ સાથે સરખામણી કરતા નવા મંડળમાં 27 ઓ.બી.સી.ના મંત્રીના સમાવેશ કરવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. પ્રજા પ્રજાના પ્રતિનિધિને જન્મ આપનાર હોય માતા સમાન છે.તેના આશીર્વાદ લેવા માટેની આ યાત્રા છે.કાર્યકરોને આભાર માની પ્રોત્સાહન આપ્યું હતું.

[google_ad]

Advt

આ યાત્રામાં રાજયમંત્રી દિલીપ ઠાકોર,પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, મંત્રી ગોરધનભાઈ, મંત્રી વાસણભાઈ આહીર સહિત પાટણ જીલ્લા ભાજપના નેતાઓ ,પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રમુખ દશરથભાઈ ઠાકોર, શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિતના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

 

From – Banaskantha Update


Share