ડીસાની બનાસ નદીમાં યુવકે અગમ્ય કારણોસર એસિડ પ્રવાહી ગટગટાવી જીવન ટૂંકાવતાં ચકચાર

Share

ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં પોલીસની ટીમ દોડી તપાસ હાથ ધરી

ડીસાની બનાસ નદીમાં મંગળવારે યુવકે અગમ્ય કારણોસર એસિડ પ્રવાહી ગટગટાવી જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

 

[google_ad]

File Photo

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરમાં રહેતાં ભુરાભાઇ લવજીભાઇ ઠક્કરે અગમ્ય કારણોસર બનાસ નદીના પટમાં જઇ મંગળવારે એસિડ પ્રવાહી ગટગટાવી લેતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં આ બનાવની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે યુવકે ક્યા કારણોસર ઝેરી પ્રવાહી ગટગટાવ્યું છે તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

 

[google_ad]

Advt

 

યુવકે ક્યા કારણથી બનાસ નદીમાં જઇ પ્રવાહી પી લેતાં શંકા-કુશંકાઓ સેવાઇ રહી છે. જ્યારે ઠક્કર સમાજના યુવકે એસિડ પ્રવાહી ગટગટાવી જીવન ટૂંકાવતાં સમાજમાં ઘેરા શોકનો માહોલ છવાયો હતો. જ્યારે પરિવારજનોમાં ઘેરા શોકની કાલિમા પ્રસરી ગઇ છે. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

From-Banaskantha update

 


Share