ડીસાના ધારાસભ્ય શશીકાંતની ચેતવણી બાદ સગીર યુવતીને ભગાડી જનાર મુસ્લિમ યુવકની અટકાયત

Share

ડીસા શહેરના ગંજીપુરા વિસ્તારનો મુસ્લિમ યુવાન સગીર વયની હિન્દુ યુવતીને ભગાડી જતાં સમગ્ર શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. આ બાબતે ડીસાના ધારાસભ્યની ચેતવણી બાદ પોલીસે તુરંત એક્શન લેતા બંનેને જોધપુરથી ઝડપી લીધા હતા. ધારાસભ્યે સમગ્ર મુસ્લિમ સમુદાયને આ પ્રકારની હરકતો ન કરવા તેમજ આવી હરકતો કરનારને સાથ સહકાર ન આપવા ચેતવણી આપી છે.

[google_ad]

ડીસામાંથી ચારેક દિવસ અગાઉ પુખ્ત વયનો મુસ્લિમ યુવક શાળામાં અભ્યાસ કરતી સગીર વયની હિન્દુ કિશોરીને ભગાડી ગયો હતો. જે અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ 3 દિવસથી તપાસ કરી રહી હતી.

[google_ad]

જોકે, આ અંગે હિન્દુ સંગઠનો અને ભાજપના નેતાઓએ ધારાસભ્ય શશીકાંત પંડયાને જાણ કરતા તેઓએ જાતે પોલીસ મથકે જઈ ડીસા ડી.વાય.એસ.પી., પી.આઈ, પી.એસ.આઈ સહિતના પોલીસ અધિકારીઓની સાથે બેઠક યોજી બંનેને તાત્કાલિક પકડી લાવવા આદેશ કર્યા હતા.

[google_ad]

જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી બંનેની શોધખોળ હાથ ધરતા ગણતરીના કલાકમાં જ જોધપુરથી ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે સગીરાને તેના વાલીવારસોને સોંપી હતી. જ્યારે વિધર્મી યુવકને પોસ્કો સહિતના ગુનામાં અટકાયત કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ વારંવાર વિધર્મી યુવકો દ્વારા હિન્દુ નામ ધારણ કરી હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરવાની પ્રવૃત્તિ થતી હોઇ આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. અન્યથા તેના ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. આ પ્રવૃત્તિમાં જે કોઈ વ્યક્તિ સાથ સહકાર આપતો હશે તેની પણ ભોગવવાનો વારો આવશે તેવી પણ ચેતવણી આપી હતી.

 

 

From – Banaskantha Update


Share