બનાસકાંઠામાં રેતી ખનન કરતા ભૂ-માફિયાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાંથી રેતી ખનન પર પાલનપુર ભૂસ્તર વિભાગએ લાલઆંખ કરી.
[google_ad]
પાલનપુર ભૂસ્તર વિભાગે કાંકરેજમાં બનાસ નદીના પટમાંથી રેતી ખનન કરતાઓ પર લાલઆંખ કરીને એક ઓવરલોડ ડમ્પર ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે રાત – દિવસ મોટા પ્રમાણમાં રેતી ખનન કરતા ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો છે.
[google_ad]
જોકે, સ્થાનિક તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને બનાસ નદીના પટમાંથી રેતી ખનન પર રહેમ નજર હેઠળ ચાલતી લાલિયાવાડી પર પાલનપુર ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી છે.
From – Banaskantha Update