શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઇભક્તે રૂ. 48 લાખની કિંમતનું 1 કિલો સોનું ભેટ આપ્યું

Share

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

[google_ad]

માઇભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઇ છે. જેમાં 140 કિલો 435 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે.

[google_ad]

 

મંગળવારે પાટણ જીલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા મહેન્દ્રભાઇ નટવરભાઇ પટેલ અને હર્ષદભાઇ નટવરભાઇ પટેલ તરફથી રૂ. 48 લાખની કિંમતનું 1 કિલો સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં મળ્યું છે. તેમ શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે. ચાવડાએ જણાવ્યું છે.

 

From –Banaskantha Update


Share