થરાદમાં કાસવીમાં એક જુથે જગ્યામાં મકાન બનાવી આપ્યું હતું જ્યારે બીજાએ જમીન આપી હતી. જેને લઇ મઠની જગ્યામાં તકતી ચોંટાડવાના મુદ્દે જુથ અથડામણ થઇ હતી. જેમાં મામલો ઉગ્ર બોલાચાલીથી ગડદાપાટુની મારામારીથી લાકડી સાથેના હુમલા સુધી પહોંચી ગયો હતો. થરાદના કાસવીમાં શ્રી 1008 ચેતનપુરીજી મહારાજ મઠની જગ્યામાં ગ્રામજનો દ્વારા છેલ્લા 51 વર્ષથી અષાઢની અમાસના દિવસે જાગરણ કરવામાં આવે છે. જેમાં રવિવારે રાત્રે ભજન સંતવાણી યોજાઇ હતી.
[google_ad]
જો કે સવારના સુમારે તકતી લગાવવાના મુદ્દે બે જુથ વચ્ચે અથડામણ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદના કાસવીના મઠ માટે ગામના આંજણા પટેલ સમાજ દ્વારા જેનો ઉપયોગ ગ્રામજનો સામુહિક રીતે કરી શકે તે માટે લાખો રૂપીયાના ખર્ચથી વ્યાપક લંબાઇ અને પહોળાઇ ધરાવતું બહુમાળી મકાન બનાવી આપવામાં આવ્યું હતું. જેમાં સોમવારે સવારે આંજણા પટેલ સમાજ દ્વારા ‘સત્સંગ ભવન આંજણા સમાજ’ ના નામની તકતી લગાવવામાં આવી હતી.
[google_ad]

જો કે મઠ માટે જમીન ગામના બારોટ સમાજ દ્વારા આપવામાં આવેલ હોઇ તકતીનો તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇને બંન્ને જુથ સામસામા આવી ગયાં હતાં. અને એક તબક્કે મામલો ઉગ્ર બોલાચાલીથી ગડદાપાટુની મારામારીથી લાકડી સાથેના હુમલો સુધી પહોંચી ગયો હતો. જેનો ટોળાનો દેકારા પડકારા વચ્ચે લાકડી વિંઝતાનો થરાદ હોબાળો અને મારામારીનો વિડીયો પણ શોસિયલ મિડીયામાં વાયરલ થવા પામ્યો હતો. જો કે ભારે હોબાળા બાદ અમુક ગ્રામજનોએ તેમને શાંત પણ પાડ્યા હતા.
[google_ad]
પરંતુ તકતી લગાવી દેવામાં આવતાં તેને બારોટ સમાજ દ્વારા ઉતરાવી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેને લઇને ગામમાં દહેશત અને અજંપાનો માહોલ પ્રસરવા પામ્યો હતો. ગામમાં કોઇ અનિચ્છનિય ઘટના ન સર્જાય તે માટે પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. બીજી બાજુ આ બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ મોડી સાંજ સુધી ફરિયાદ ન થઇ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
[google_ad]
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગામમાં પોલીસ ગઇ હતી. પરંતુ હાલ શાંતીનો માહોલ છે. જો કે મંગળવારે પોલીસે બંન્ને પક્ષના પાંચ-પાંચ આગેવાનોને થરાદ પોલીસમથકમાં બોલાવ્યા છે. જ્યાં પોલીસ દ્વારા સમગ્ર ગામ હળી મળીને આ બાબતનો નિર્ણય કરે અથવા હાઇકોર્ટમાં જઇને વિવાદ શાંત કરે પરંતુ માથાકુટ ન કરે તેવા પ્રયાસો કરશે તેવું જાણવા મળ્યું હતું.’
From – Banaskantha Update