ડીસામાં દિવસેને દિવસે પાણીના તળ નીચે જતાં ખેડૂતો જૂના કૂવા રિચાર્જ કરવા લાગ્યા

Share

ડીસા પંથકમાં પાણીના તળ નીચે જતાં ખેડૂતો ચિતિંત બન્યા છે. ત્યારે ખેડૂતોમાં પણ પાણીના બચાવ માટે સજાગતા જોવા મળી રહી છે. ડીસાના માલગઢમાં બંધ પડેલા કૂવામાંથી માટી કાઢી રીચાર્જ કરવામાં આવી રહ્યાં છે.

[google_ad]

સરહદી એવા બનાસકાંઠા જીલ્લામાં પાણીના તળ સતત નીચે જતા ખેતી અને પશુપાલન તેમજ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. ત્યારે આગામી દિવસોમાં આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે જમીનના તળ ઊંચા આવે તેવા પ્રયાસ કરવા અત્યંત જરૂરી છે. તેના માટે વરસાદી પાણીથી જમીનના તળ ઊંચા લાવવા ઉપરાંત ખેત તલાવડી બનાવીને પણ ભૂગર્ભ જળ ઊંચા લાવી શકાય તેમ છે.

[google_ad]

Advt

જો કે આ તમામમાં સૌથી અસરકારક ઉપાય જુના કૂવા રિચાર્જ કરવાનો છે. ડીસા પંથકમાં જળ બચાવો અભિયાન હાથ ધરાયું છે. જેમાં ઘણા ખેડૂતો જોડાઈ રહ્યા છે. ડીસા પંથકના માલગઢ ખાતે રહેતા ભીખાજી માળી પરિવાર દ્વારા પણ તેમના ખેતરમાં આવેલો વર્ષોથી પુરી દીધેલો કૂવો ફરી ખોદાયો છે અને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવી રહ્યો છે.

[google_ad]

 

જેના પગલે આગામી સમયમાં ભૂગર્ભ જળમાં વધારો થશે તેવો આશાવાદ પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.

 

From – Banaskantha Update


Share