ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરામાં નવનિર્માણ પામેલ શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે માર્કેટયાર્ડ ખાતે ધર્મ પ્રેમી જનતાને વેપારીઓની ઉછામણી ચડાવો પ્રસંગે ધર્મ સભા યોજાઈ હતી. માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સંગીતના તાલે ઉજવણીની શરૂઆત કરવામાં આવેલ.
[google_ad]
આ કાર્યક્રમમાં મુખ્ય દાતા તરીકે સ્વ વિશાભાઇ રામાભાઇ પટેલ પરિવારે પ્રાણ પ્રતિષ્ઠાનો ચડાવો લીધો હતો. એ સિવાય મુખ્ય યજમાન ચડાવો અંબાજી માતાજીની મૂર્તિ ચડાવો લક્ષ્મીજીની મૂર્તિનો ચડાવો જલારામ બાપાની મૂર્તિનો ચડાવો અર્બુદા દેવી માતાજીનો ચડાવો બ્રહ્માણી માતાજી અને આનંદ પ્રકાશ બાપજીની મૂર્તિ, સદારામ બાપુની મૂર્તિ આમ કુલ 39 જેટલા વિવિધ ચડાવવાની ઉછામણી ચઢાવો બોલવામાં આવ્યા હતા.

[google_ad]
આ ધર્મ સભામાં મુખ્ય મહેમાનોમાં ભારતસિંહ ભટેસરિયા, કરણસિંહ વાઘેલા, ઈશ્વરભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ, ગિરીશભાઈ પટેલ સરપંચ, અનુભા વાઘેલા, કિશોર પ્રજાપતિ, ચંપકલાલ શાહ, હેમુભાઈ જોશી, કરસનભાઈ પટેલ, અણદાભાઈ સામતભાઈ પટેલ, મનસુખભાઈ પટેલ, પ્રવિણસિંહ વાઘેલા, બલાજી ઠાકોર, ડો. રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, વિજુભા વાઘેલા, રાજુભાઇ પ્રજાપતિ, હસમુખભાઈ પટેલ સેક્રેટરી તેમજ વેપારી એસો.ના હોદ્દેદારો દુકાનદારો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
From – Banaskantha Update