ડીસાના જાવલ ગામમાં મારામારીમાં આધેડ પર જીવલેણ હુમલો કર્યો : ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ

Share

ડીસા તાલુકાના જાવલ ગામે રસ્તા પર ચાલવા બાબતે મારામારી સર્જાઈ હતી જેમાં આધેડ પર તલવાર વડે હુમલો કરતાં આધેડ ગંભીર ગાયલ થતા સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડાયા હતા હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના જાવલ ગામે રહેતા રણછોડભાઈ ગગજીભાઈ ઠાકોર રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગતરોજ તેમના પરિવાર સાથે ઘરે બેઠા હતા તે દરમિયાન ગામના જ હુરબા નરસિંહજી ઠાકોર,નરસિંહજી વિરાજી ઠાકોર,મથુરજી ભીખજી ઠાકોર તથા વિજુજી ભીખજી ઠાકોર આ ચારે શખ્સો રણછોડભાઈ ઠાકોરના ઘરે આવેલા અને હુરભા ઠાકોરના હાથમાં તલવાર હતી અને હુરભા ઠાકોરેએ રણછોડભાઈ ઠાકોરના પિતા ગગજીભાઈ ઠાકોરને કહેવા લાગેલ કે તમે લોકો અમને તમારા ઘર આગળથી ચાલવા દેતા કેમ નથી.

[google_ad]

ત્યારે ગગજીભાઈ ઠાકોરે કહેલ કે તમારે અમારા ઘર આગળથી ચાલવું નહીં અને બીજા રસ્તે થઈ ચાલો એમ કહેતા આ ચારેય શખ્સો એકદમ ઉશ્કેરાઇ જઇ માં બેન સામે ગુંડી ગાળો બોલવા લાગે છે. જેથી રણછોડભાઈ ઠાકોરે ગાળો બોલવાની ના પાડતાં રણછોડભાઈના પિતા ગગજીભાઈને ગડદાપાટુનો માર મારવા લાગતા રણછોડભાઈ તેમજ તેમની માતા રેખુંબેન ઠાકોર વચ્ચે પડીને રણછોડભાઈના પિતા ગગજીભાઈને છોડાવા જતા જેમાં હુરભા ઠાકોરે તલવાર વડે રણછોડભાઈના પિતા ગગજીભાઈના માથાના ભાગે મારતા ગગજીભાઈ નીચે ઢળી પડતા રણછોડભાઈ અને તેમની માતાએ બુમાંબૂમ કરતાં બાજુમાંથી રણછોડભાઈના કાકા દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા.

[google_ad]

Advt

ચાર શખ્સો જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા બાદ રણછોડભાઈના પિતા ગગજીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમની રીક્ષામાં ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

[google_ad]

 

જે બાદ રણછોડભાઈ ગગજીભાઈ ઠાકોરે તેમના ગામના (1)હુરભા નારસિંહજી ઠાકોર (2)નારસિંહજી વિરાજી ઠાકોર (૩)મથુરજી ભીખજી ઠાકોર (૪)વિજુજી ભીખજી ઠાકોર તમામ રહે.જાવલના વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share