ડીસામા રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો પરેશાન :અનેક રજુઆત નગરપાલિકા ઘોળીને પી ગઈ

Share

ડીસા શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરના ત્રાસથી શહેરના લોકો ભારે પરેશાન થઈ ઉઠયા છે. રખડતા ઢોરના કારણે અનેક નાના મોટા અકસ્માત સર્જાયા છે.જેના કારણે અનેક માસુમોએ જીવ ગુમાવ્યા છે.આ ઢોરના ત્રાસના કારણે ડીસા શહેરના લોકોએ અનેકવાર ડીસા નગરપાલિકામાં લેખિત-મૌખિક રજુઆત કરવા છતા લોકોની રજુઆતને ડીસા નગરપાલિકા ઘોળીને પી ગઈ હોય તેવુ જણાઈ રહ્યુ છે.

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લો એકજ સમસ્યાથી પીડાઇ રહ્યો છે. તે સમસ્યા છે.રખડતા ઢોરનો ડીસા શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ડીસા શહેરમાં જાહેર માર્ગો પર અડીગો જમાવી બેઠેલા ઢોરના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ઢોરના કારણે ડીસા શહેર તેમજ હાઇવે પર અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાયા છે.

[google_ad]

 

જેના કારણે અનેક માસુમોએ જીવ પણ ગુમાવ્યા તેમજ અનેક લોકોને નાની મોટી ઈજા થઈ છે. આ સમસ્યાથી પીડાઈ રહેલા ડીસા શહેરના લોકોએ અનેકવાર ડીસા નગરપલિકા તેમજ ડીસા નાયબ કલેકટરને તેમજ હાઇવે ઓથોરિટીને લેખિક તેમજ મૌખિક રજુઆત તેમજ અનેક વાર આવેદનપત્ર આપ્યા છતા. આજદિન સુધી રખડતા ઢોરની સમસ્યાનુ નિરાકરણ આવ્યુ નથી.

ડીસા નગરપાલિકા ધ્વારા રખડતા ઢોરને પકડવા નો કોન્ટ્રાક્ટ આપવામા આવે છે. પરંતુ આજદિવસ સુધી રખડતા ઢોરના પ્રશ્નનુ નિરાકરણ લાવવામા આવ્યુ નથી. દિવસે ને દિવસે રખડતા ઢોરનો પ્રશ્ન પેચિદો બની રહ્યો છે.આજથી એક મહિના અગાઉ ડીસાના ભોપાનગર ખાતે બે આખલા બાખડતા એક બાળકને અડફેટે લીધો હતો. જેમાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે પાટણ ધારપુર ખાતે ખસેડવામા આવ્યો હતો. આવી ઘટના અનેક વાર બનવા પામે છે. પરંતુ નગરપાલિકા ધ્વારા કોઇજ કાર્યવાહી કરવામા આવતી નથી. તેમજ ડીસા નગરજનોની રજુઆત નગરપાલિકા ઘોળીને પી ગઇ હોય તેવુ દેખાઈ રહ્યુ છે.

[google_ad]

ડીસા શહેરના લોકો જણાવી રહ્યા છે કે, ડીસા શહેરમાં રખડતા ઢોરને નગરપાલિકા ધ્વારા પકડીને શહેરથી દૂર છોડવામાં આવે નહિતર નગરપાલિકા ધ્વારા કોઇ વ્યવસ્થા કરવામાં આવે તો ડીસા શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્નનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે.

From –Banaskantha Update


Share