કાંકરેજના ખીમાણા ગામમાંથી જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા

Share

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામમાં બુધવારે જાહેરમાં જુગાર રમતાં 6 શખ્સોને ખાનગી બાતમીના આધારે શિહોરી પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં ગંજીપાના નંગ-52 અને રોકડ રકમ રૂ.10,850નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે શિહોરી પોલીસે 6 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના ખીમાણા ગામ નજીક બુધવારે શિહોરી પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખીમાણા ગામના બસ સ્ટેન્ડ નજીક ખાનગી બાતમીના આધારે ખીમાણા ગામના પરામાં વાલ્મીકીવાસના નાકામાં ખુલ્લામાં લીમડાના ઝાડ નીચે અમૂક માણસો ભેગા થઇ ગંજીપાનાનો રૂપિયાથી હાર-જીતનો જુગાર રમી રમાડે છે.

[google_ad]

પોલીસે રેઇડ કરતાં 6 શખ્સો ભેગા થઇ ગંજીપાના વડે રૂપિયાનો હાર-જીતનો જુગાર રમી રમાડતાં હોઇ જેઓ પોલીસને જાઇ ફરાર થવા જતાં પોલીસના માણસોએ કોર્ડન કરી મનુજી સાદુળજી વાઘેલા (રહે. ખીમાણા, તા. કાંકરેજ), રામાજી તખાજી વાઘેલા (રહે.ખીમાણા, તા. કાંકરેજ), ભગવાનસિંહ મનાજી રાઠોડ (રહે. ખીમાણા, તા. કાંકરેજ), લખમણજી મકનજી પરમાર (રહે. ખીમાણા, તા. કાંકરેજ), પ્રવિણભાઇ મણાભાઇ વાલ્મીકી (રહે. ખીમાણા, તા.કાંકરેજ) અને વિનુભાઇ સોમાભાઇ વાલ્મીકી (રહે. ખીમાણા, તા. કાંકરેજ) વાળાઓ જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો રૂપિયાથી જુગાર રમી જુગાર રમાડતાં ઝડપી પાડ્યા હતા.

 

[google_ad]

જ્યારે ગંજીપાના નંગ-52 અને કુલ રોકડ રકમ રૂ.10,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે શિહોરી પોલીસે 6 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share