પાંથાવાડામાં 56 બકરાં ભરેલા પીકઅપ જીપડાલા સાથે ચાર શખ્સો ઝડપાયા

Share

છેલ્લા 28 વર્ષથી હજારો પશુઓને કતલખાને જતાં બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં આશ્રય માટે મુકવામાં આવ્યા, હાલમાં સંસ્થામાં 9,000 જેટલા પશુઓ આશ્રિત છે.

56 બકરાઓને બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં મુકાયા

ગુજરાત બનાસકાંઠાની આખરી સીમ નજીકથી જીવદયાપ્રેમીઓએ પીકઅપ જીપડાલામાં કતલખાને લઇ જવાતાં 56 પશુઓને બચાવ્યા. આ અંગે પાંથાવાડા પોલીસે 4 શખ્સો વિરુધ ગુનો નોંધ્યો હતો. જ્યારે 56 ઘેટા-બકરાઓને રાજપુરડીસા પાંજરાપોળમાં સારસંભાળ માટે મોકલ્યા હતા.

આગાઉ 8 ઊંટોને બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં આશ્રય મળ્યો હતો

[google_ad]

છેલ્લા 7 માસમાં રાજપુર ડીસા પાંજરાપોળમાં 1,560 પશુઓને કતલખાને જતાં બચાવી આશ્રય આપવામાં આવી રહ્યો છે, જેમાં 1,303 ઘેટાં-બકરાં, 207 ભેંસવંશ, 40 ગધેડા, 8 ઉંટ અને 2 ગૌવંશ સહીત કુલ 1,560 પશુઓની કતલખાને જતાં બચાવી રાજપુર ડીસા પાંજરાપોળ સંસ્થામાં મુકવામાં આવ્યા છે.

આગાઉ 207 ભેંશોને બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં આશ્રય મળ્યો હતો

[google_ad]

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલ હોઈ રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં પશુઓને હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે ગેરકાયદેસર હેરાફેરી દરમિયાન જીવદયાપ્રેમી અને પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે.

આગાઉ 2 ગૌવંશને બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં આશ્રય મળ્યો હતો

[google_ad]

મંગળવારની મોડી રાત્રે પાંથાવાડાની સીમ નજીક જીવદયાપ્રેમીઓને ખાનગી બાતમી મળી હતી કે, ગુંદરી તરફથી એક પીકઅપ જીપડાલું નં. RJ-32-GB-2748માં ગેરકાયદેસર ખીચોખીચ બકરાં ભરેલા જણાયા હતા. જેમાં પાણી કે ઘાસચારાની કોઇ જ વ્યવસ્થા કરાઇ ન હતી અને તેમને ક્રુરતાપૂર્વક લઇ જવામાં આવી હતા. ત્યારે ગૌરક્ષકો દ્વારા પીકઅપ જીપડાલાને થોભાવ્યો હતો અને ગૌરક્ષક દ્વારા પાંથાવાડા પોલીસને જાણ કરતાં પાંથાવાડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આગાઉ 40 ગધેડાને બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં આશ્રય મળ્યો હતો

[google_ad]

પીકઅપ જીપડાલામાં ખીચોખીચ નર અને માદા બકરાંઓ કુલ 56 પશુઓને કતલખાને લઇ જતાં હોવાનું જાણવા મળ્યું હતું. પાંજરાપોળમાં મોકલ્યા હતા.જ્યારે 4 શખ્સોની અટકાયત કરાઇ હતી.

56 બકરાઓને બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં મુકાયા

[google_ad]

56 ઘેટા-બકરાના કેસમાં ઝડપાયેલા શખ્સોના નામ:-

(1) અલીખાન શ્રીભેતસિંગ મેવ (રહે. જમાલપુરા તા. લરછ મગઢ, જી.અલવર-રાજસ્થાન)
(2) મહાવીર પહેલાદ ખટી
(3) બલરામ ધમની રામ મીણા
(4) સતવીર મહાવીર ખટી
(રહે.ગડીસવાઈરાવ.તા. રેણી, જી.અલવર-રાજસ્થાન)

 

 

From – Banaskantha Update


Share