વડગામમાં મંદિર આગળથી બાઈક ચોરી કરતી ટોળકીના 3 આરોપી ઝડપાયા, 5 ચોરીનો ભેદ ઉકેલાયો

Share

વડગામ તાલુકાની છાપી પોલીસે બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી બાઇક ચોરી કરવાના ઇરાદે આવેલ 3 ચોરોને વડગામના મગરવાડા મણીભદ્ર વિરદાદાના મંદિર આગળથી દબોચી કુલ 5 બાઇકની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

 

[google_ad]

વડગામ તાલુકાના વિવિધ ગામોમાં રાત્રીના સમયે ઘર આગળ પાર્ક કરેલા બાઇકોની ચોરીના વધતા બનાવો વચ્ચે છાપી PSI એસ.ડી.ચૌધરી તેમજ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમી આધારે છાપી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્શીસ આધારે મગરવાડા ગામે ઘર આગળથી બાઈક ચોરી કરનાર ગેંગના સાગરીતો મગરવાડા મણીભદ્ર વીર મહારાજના મંદિર આગળ પડેલ બાઇકોની ચોરી કરવાના ઇરાદે આવવાના છે. જેથી પોલીસે ચોરીના ઇરાદે આવેલ 3 શકમંદ શખ્સોને શનિવારે દબોચી તપાસ હાથ ધરી હતી.

[google_ad]

પૂછપરછ દરમિયાન તાલુકાના મગરવાડા, કાલેડા, જૂની સેંધણી તેમજ સમોડા ગામેથી થયેલ કુલ 5 મોટરસાઇકલની ચોરીની કબૂલાત કરતા આરોપીઓ પાસેથી ચોરેલ બાઇકો કબ્જે કરી આરોપી સિકંદરખાન યાસીનખાન નાગોરી, આરીફખાન ઉર્ફે તોફિકખાન સલીમખાન નાગોરી અને હરેશકુમાર ઉર્ફે કમલ લક્ષ્મણભાઈ ઠાકોર (તમામ રહે.નાંદોત્રા,તા.વડગામ)ની અટકાયત કરી તાલુકામાં મોટરસાઇકલ ચોરી કરનાર ગેંગૉનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share