ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા બોક્સર સતીશ, જાલોલોવે 5-0થી હરાવ્યા

- Advertisement -
Share

ટોક્યો ઓલમ્પિકનો રવિવારે 10મો દિવસ છે અને તે ભારત માટે ખૂબ જ મહત્વનો છે. ઓલમ્પિકનો નવમો દિવસ ભારત માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. પીવી સિંધુ ફાઈનલમાં પહોંચશે તેવી આશા હતી પરંતુ તે ફાઈનલમાં ન પહોંચી શકી. જોકે કમલપ્રીત કૌર અને ભારતીય મહિલા હોકી ટીમે મેચ જીતીને તે નિરાશાને અમુક હદ સુધી ઘટાડી હતી.

[google_ad]

કલમપ્રીત કૌરે ડિસ્ક્સ થ્રો સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી. જો તેમણે આ પ્રદર્શન જાળવી રાખ્યું તો ભારતનો મેડલ પાક્કો છે. તે સિવાય ભારતીય મહિલા હોકી ટીમ પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ટોક્યો ઓલમ્પિકના 10મા દિવસે ફરી એક વખત બધાની નજર પીવી સિંધુ પર રહેશે. તે રવિવારે બ્રોન્ઝ મેડલ માટે રમશે. જ્યારે ભારતીય હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટન સામે રમશે. રવિવારે બોક્સિંગમાં ભારતની શરૂઆત સારી નથી રહી. 91 કિગ્રા વજનની સ્પર્ધાના ક્વાર્ટર ફાઈનલમાં સતીશ કુમારને ઉઝબેકિસ્તાનના બોક્સર બખોદિર જાલોલોવે 5-0થી હરાવ્યો છે.

[google_ad]

Advt

 

બોક્સિંગમાં ભારતને ભારે મોટો ઝાટકો લાગ્યો છે. તેઓ 91 કિગ્રા ભાર વર્ગમાં ઉઝબેકિસ્તાનના બખોદિર જાલોલોવ સામે હારી ગયા છે. જાલોલોવે તેને 5-0થી હરાવ્યો છે. આ હાર સાથે જ સતીશનું ટોક્યો ઓલમ્પિકમાં મેડલ જીતવાનું સપનું તૂટી ગયું છે.

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!