બસપાનાં જિલ્લા પ્રમુખની રજૂઆતને ધ્યાને લઇ રસ્તાઓ ફરી ખુલ્લા કરતા લોકોમાં ખુશીની લાગણી

- Advertisement -
Share

ડીસામાં કોરોના પોઝીટીવ કેસ આવેલ વિસ્તારોને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી નક્કી કરેલ વોર્ડ અને વિસ્તારને કંટાન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવમાં આવેલ હતા.

જેમાં વોર્ડ નંબર 1,2 અને 8માં પોઝીટીવ કેસો મળી આવેલ જેથી તે વિસ્તારોને કંટાઈમેંટ ઝોન તરીકે જાહેર કરેલ અને તે વિસ્તારના નિયત કરેલ રસ્તાઓ પ્રતિબંધિત કરેલ હતા જ્યારે ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા અન્ય વોર્ડમા આવતા રસ્તાઓનો જાહેરનામામાં ઉલ્લેખ ન હોવા છતાં તે વિસ્તારમાં આવતા પૈકીના વીરેન પાર્કથી પાટણ હાઇવેને જોડતો માર્ગ તેમજ હવાઈ પિલરથી કચ્છી કોલોની તરફ આવતો મુખ્ય માર્ગો બંધ કરી દેવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા જેને લઈને તે બાબતે સોસીયલ મીડીયામાં ખુબજ ચર્ચા ચાલ્યા બાદ ડીસામાં રહેતા બ.સ.પા.ના જિલ્લા પ્રમુખ એડ.પી.આર.સોલંકીએ આ બાબતે ડીસા ના.કલેક્ટર તેમજ ડીસા નગરપાલિકાને લેખિતમાં રજુઆત કરી સત્વરે કંટાઈમેંટ ઝોનમાં ન આવતા મુખ્ય માર્ગો ખોલાવવા માંગ કરી હતી જેના પગલે શુક્રવારના રોજ વિરેનપાર્ક તેમજ હવાઈ પિલ્લાર વાળા માર્ગો ખોલવામાં આવતા રાહદારીઓમા ખુશીની લાગણીઓ જોવા મળી હતી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!