ડીસામાં લમ્પી વાયરસથી પીડાતી ગાયો માટે આઇસોલેશન વોર્ડ ખુલ્લો મૂકાયો

- Advertisement -
Share

ગંભીર રીતે પીડાતી ગાયો માટે 24 કલાક સારવાર કરતી સ્વયં સેવકોની ટીમ અને જરૂર વેટરનરી ડોક્ટરની સગવડતા મળી રહે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવાઇ

સમગ્ર ગુજરાત અને ભારતભરમાં હાહાકાર મચાવનાર ગાયોમાં પ્રસરેલા લમ્પી વાયરસને કારણે હજારો ગાયો મોતને ભેટી રહી છે.

ત્યારે હંમેશા સમાજ સેવાના કાર્યમાં અગ્રેસર રોટરી ક્લબ-ડીસા દ્વારા ગૌ ધનને બચાવવા માટે ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

 

જેના અનુસંધાને બુધવારે રોટરી ક્લબ-ડીસા અને શિકુરામ સેવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે એસ.વી.પ્લાઝાની બાજુમાં ડીસા-પાટણ રોડમાં લમ્પીગ્રસ્ત ગાયો માટે આઇસોલેશન વોર્ડની શરૂઆત કરાઇ હતી.

 

જેમાં ગંભીર રીતે પીડાતી ગાયો માટે 24 કલાક સારવાર કરતી સ્વયં સેવકોની ટીમ અને જરૂર વેટરનરી ડોક્ટરની સગવડતા મળી રહે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

 

આ પ્રસંગે રોટરી ક્લબ ડીસાના પ્રમુખ રો. વિષ્ણુભાઇ શર્મા, સેક્રેટરી હસમુખભાઇ ઠક્કર અને શિકુરામ સેવા સંગઠનના સર્વે મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા આઇસોલેશન વોર્ડમાં જરૂરી પાણી અને સ્વચ્છતાની વ્યવસ્થા કરી આપવાની ખાત્રી અપાઇ હતી.

 

આ પ્રસંગે રોટરી ક્લબ-ડીસામાંથી રો.વિક્રમભાઇ ઠક્કર, રો.મણીભાઇ પટેલ ,રો. રોહીતભાઇ ડી. ચોકસી, રો. કરશનભાઇ ખત્રી સહીત ઘણા બધા રોટરીયન મિત્રો અને આર.એસ.એસ. ના ડીસાના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
જેમણે ગાયોને બચાવવા માટે ઉદાર હાથે ફાળો આપવાની ખાત્રી આપી હતી. શિકુરામ સેવા સંગઠનના પ્રમુખ મયજીભાઇ દેસાઇ, સેક્રેટરી સુરેશભાઇ સાંખલા અને તેમની ટીમ દ્વારા 24 કલાક થતી ગૌ માતાની સેવાને સૌ ઉપસ્થિત રહેલા આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!