ભાભર-દિયોદર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત : ગાય અકસ્માતનો ભોગ બની

Share

ભાભરમાં ભાભર-દિયોદર હાઈવે સહજાનંદ પેટ્રોલ પંપ નજીક રોડ પર અચાનક ગાય આવી જતા અલ્ટો ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ગાયને ટક્કર મારી સામે આવી રહેલી ભાભર લાખણી બસને સાઈડના ભાગે અથડાઈને સાઈડમાં ઉતરી જતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

Advt

[google_ad]

જોકે, આ અકસ્માત દરમિયાન ગાડી ચાલકનો આબાદ બચાવ થયો હતો ગાયને ટક્કર વાગતાં ગાય ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી. અલ્ટો કારને આગળના બોનેટ સહિત વીલના ભાગે મોટું નુકસાન થવા પામ્યું હતું.

[google_ad]

ભાભર વિસ્તારમાં અવાર નવાર રખડતા ઢોરનાં કારણે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે લોકમાં માંગ ઉઠી છે કે જવાબદાર તંત્ર દ્વારા રેઢી રખડતી ગાયોની વ્યવસ્થા કરવામાં આવે.

 

From – Banaskantha Update


Share