જુનાડીસામાં એક જ રાત્રીમાં 5 દુકાનોના તાળા તૂટતા લોકોમાં ભયનો માહોલ, લાખોના મુદ્દામાલની ચોરી

Share

ડીસાના જુનાડીસા ખાતે તસ્કરો એક જ રાત્રી દરમીયાન અલગ અલગ પાંચ દુકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઈ જતા સમગ્ર જુના ડીસા ગામના ભયનો માહોલ સર્જાયો.

બનાસકાંઠા જિલ્લામાં ગુલાબી ઠંડીમાં તસ્કરો બે ફામ બન્યા છે. એક પછી એક ચોરીની ઘટનાને અજામ આપી રહ્યા છે. તસ્કરો શહેર બાદ હવે ગ્રામીણ વિસ્તારમાં તરખરાટ મચાવી રહ્યા છે.

ત્યારે ડીસા તાલુકાના જુના ડીસા ખાતે એક જ રાત્રી દરમિયાન અલગ અલગ પાંચ દુકાનને નિશાન બનાવી લાખોના મુદામાલની ચોરી કરી પલાયન થઈ જતા સમગ્ર જુના ડીસા ગામમાં ભયનો માહોલ છે. ચોરીની ઘટનાની જાણ જુના ડીસા ગામના લોકોને થતા લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તફર જુનાડીસામાં રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારે તેમજ પોલીસ પોઇન્ટ મુકવામાં આવે તો ચોરી ઘટના બનતી અટકી શકે તેવી માંગ ઉઠવા પામી છે.

 

 

 From – Banaskantha Update


Share