વાયરલ વિડીયો : નિયમોનો ભંગ કરી ગાડીમાં ઝૂમવું 3 પોલીસ કર્મીઓને ભારે પડયું : માસ્ક અને સીટ બેલ્ટના નિયમ ભંગથી સસ્પેન્ડ કર્યાં

- Advertisement -
Share

 

ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓને ગણવેશમાં ટ્રાફીક નિયમનનો ભંગ કરવો ભારે પડયો છે. જેમાં ગુરૂવારે એસ.પી. દ્વારા નિયમોનો ભંગ કરી વર્દીમાં જૂમી રહેલા 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

 

સામાન્ય રીતે ટ્રાફીક નિયમન તોડનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે પણ પોલીસ ખૂદ નિયમોના ધજાગરા ઉડાવે તો તેમને પણ ઋુણ ચૂકવવવો જ પડે છે તેવો તાલ પૂર્વ કચ્છમાં નોંધાયો છે.

 

 

જેમાં કારમાં ગણવેશધારી 4 પોલીસ કર્મીઓ એક ગીત ઉપર ઝૂમતા નજરે પડે છે તેવો વિડીયો વાયરલ થયા બાદ પૂર્વ કચ્છ એસ.પી.એ એ-ડીવીઝનના 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યાં હતા.

 

 

આ અંગે પૂર્વ કચ્છ એસ.પી. મયુર પાટીલે જણાવ્યું હતું કે, ‘સોશિયલ મીડીયા પર ૪ જેટલાં પોલીસ કર્મી કારમાં યુનિફોર્મમાં હોવા છતાં ગીત ઉપર ઝૂમી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

 

આ વિડીયોમાં એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા જગદીશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હીરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરીને ગણવેશમાં હોવા છતાં સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા તેમજ સીટ બેલ્ટ ન બાંધી ટ્રાફીક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલીક અસરથી ફરજ મોકૂફ કરાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

 

આ ૪ પૈકી એક પોલીસ કર્મી પૂર્વ કચ્છમાંથી બનાસકાંઠા જીલ્લામાં ફરજ બજાવતા હોવાનું પણ જણાવ્યું હતું. ગત એકાદ વર્ષથી પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થા પર કાયદાના રખેવાળોનું જાણે કોઇ અંકુશ ન રહ્યું હોય તેમ એક બાદ એક આ પ્રકારના ઘટનાક્રમ સામે આવી રહ્યા છે. તો ચોરી અને લૂંટફાટના કેસો પણ જોવા મળી રહ્યું છે.’

 

ગત વર્ષે અંજાર નજીક આવેલા રીસોર્ટમાં ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા હોવાનો પોલીસ કર્મીઓનો વિડીયો વાયરલ થયો હતો તેમાં પણ એક ગીત ઉપર ઝૂમી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.

 

સામાન્ય જનતા ઉજવણી કરે તો કોરોના કાળ હોવાને કારણે ગુનો નોંધાય અને પોલીસ કર્મી બેરોકટોક ઝૂમી ઉજવણી કરે તે અન્યાય છે. ત્યારે આવા કર્મીઓને સસ્પેન્ડ તો કર્યાં પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચાએ પણ જોર પકડયું હતું.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!