ડીસામાં યુવાનનું એ.ટી.એમ. કાર્ડ બદલી અજાણ્યા ગઠીયાએ રૂ. 32 હજાર ઉપાડી લીધા

- Advertisement -
Share

ડીસા શહેરના ગાયત્રી મંદિર સામે આવેલ એચ.ડી.એફ.સી. બેંકના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયેલ યુવાનનું એ.ટી.એમ. કાર્ડ બદલી અજાણ્યો ગઠીયો રૂ. 32 હજાર ઉપાડી ફરાર થઇ જતાં ભોગ બનનાર યુવકે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી.

[google_ad]

ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા નગરમાં રહેતા 25 વર્ષીય દિક્ષિતકુમાર ગીરધારીલાલ લોધા ખાનગી નોકરી દ્વારા પરીવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સાંજે છ વાગ્યાના સમયે તેઓ પોતાનું એસ.બી.આઇ.નું એ.ટી.એમ. કાર્ડ લઇ ગાયત્રી મંદિર સામે આવેલી એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયા હતાં પરંતુ ત્રણ ચાર વખત પ્રયાસ કરવા છતાં પૈસા ન ઉપડતા બાજુમાં ઉભેલા અજાણ્યા શખ્સે પૈસા ઉપાડી આપું તેમ કહી યુવકની નજર ચૂકવી એ.ટી.એમ. કાર્ડ બદલી નાખ્યું હતું.

[google_ad]

 

ત્યારબાદ દિક્ષિતકુમાર લોધા ગાયત્રી મંદિર નજીક આવેલ એસ.બી.આઇ.ના એ.ટી.એમ.માં જઇ તપાસ કરતાં પોતાના ખાતામાંથી રૂ. 32 હજાર ઉપડી ગયા હતાં. આથી ભોગ બનનાર દિક્ષિતકુમાર ગીરધારીલાલ લોધાએ અજાણ્યા શખ્સ સામે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!