ડીસા તાલુકા પોલીસે રખડતાં ઢોરોના શિંગડા પર રેડીયમના પટ્ટા અને રીફલેકટર લગાવ્યા : અકસ્માતો નિવારવાનો સરાહનીય પ્રયાસ કર્યો

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસે લોકોની સલામતી માટે કરેલું સરાહનીય કાર્ય

 

રાજ્યભરમાં હાઇવે માર્ગ પર રખડતાં ઢોરોના કારણે માર્ગ અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે અને જેમાં અનેક નિર્દોષ વાહનચાલકો અકસ્માતના કારણે મોતને ભેટી રહ્યા છે.
ત્યારે ડીસા તાલુકા પોલીસે માર્ગ સલામતી હેતુથી હાઇવે પર રખડતાં ઢોરોના શિંગડા પર રીફલેકટર લગાવી અકસ્માતો નિવારવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

ડીસા શહેરને જોડતાં તમામ હાઇવે રસ્તા ઉપર મોટી સંખ્યામાં રખડતાં ઢોરો જેમાં ખાસ કરીને આખલાઓ આતંક મચાવી રહ્યા છે.

આ રખડતાં ઢોરોના કારણે હાઇવે પર અસંખ્ય અકસ્માતના બનાવોમાં અનેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે અને હજારો વાહનોને પણ નુકશાન થયું છે.

ત્યારે જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચનાથી અને ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પી.આઇ. એમ. જે. ચૌધરી અને તેમની ટીમ દ્વારા માર્ગ

 

સલામતી માટે હાઇવે પર રખડતાં તમામ ઢોરોના શિંગડા પર રેડીયમના પટ્ટા અને રીફ્લેકટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેનાથી રાત્રે ઢોર રસ્તા પર બેઠું હશે તો પણ દૂરથી રીફ્લેકટરના કારણે નજરમાં આવી જશે અને અકસ્માતો નિવારી શકાશે. પોલીસની આ સરાહનીય કામગીરીથી હાઇવે પર થતાં અકસ્માતોમાં મહદઅંશે ઘટાડો થશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!