પાલનપુર તાલુકાના મડાણા ગામે બે દિકરીઓના બાળ લગ્ન થતાં અટકાવામાં આવ્યા

- Advertisement -
Share

પાલનપુર: બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીને મળેલ લેખિત અરજી મુજબ મડાણા, પાલનપુર ખાતે બાળ લગ્ન બાબતે માહિતી મળી હતી. જેથી સ્થળ પર તપાસ કરતાં માલુમ પડેલ કે અરજીમાં જણાવેલ સ્થળે બે દિકરીઓના બાળ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

જેમાં મોટી દિકરીના સામે મોટા જમાઇની ઉંમર 21 વર્ષ કરતા ઓછી હતી તેમજ નાની દિકરીની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોઇ બંને દિકરીઓના બાળ લગ્ન સ્થળ પર હાજર વાલી, સમાજના અગ્રણીઓ તેમજ ગ્રામજનોને બાળ લગ્ન અધિનિયમ – 2006 બાબતે સમજુત કરતાં સ્થળ પરના તમામ લોકો બાળ લગ્ન બંધ રાખવા સંમત થયાં હતાં.

 

 

જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એમ. કે. જોષી અને બાળ સુરક્ષા અધિકારી ર્ડા. એન. વી. મેણાત તેમજ બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમ દ્વારા બાળ લગ્ન અટકાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

 

 

તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એમ. કે. જોષી દ્વારા લગ્નનું આયોજન કરનાર વ્યક્તિઓને બાળ લગ્નના કાયદાની સમજ આપવામાં આવી હતી અને જાહેર જનતાને અપીલ કરી કે બાળ લગ્ન સામાજીક દુષણ અને સામાજીક સમસ્યાનું મુળ છે.

 

 

જેથી તમામને વિનંતી કરવામાં આવી કે બાળ લગ્ન થતા અટકાવે અને આજુ-બાજુમાં બાળ લગ્ન થતાં હોય તો તાત્કાલીક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને કચેરીના ટેલીફોન નંબર 02742-252478 પર જાણ કરે તેમજ આ કાયદામાં જણાવ્યા મુજબ દિકરીની ઉંમર 18 વર્ષ અને દિકરાની ઉમર 21 વર્ષ પુરા ન થાય ત્યાં સુધી લગ્નનું આયોજન કરવું નહીં.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!