થરાદ: બહેન પર બળાત્કાર આચરનાર પિતરાઈ ભાઈને 7 વર્ષની સખ્ત કેદ

- Advertisement -
Share

થરાદના એક ગામમાં સાત વર્ષ પહેલાં નરાધમ પોતાની પિતરાઇ બહેન પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસ થરાદની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં નરાધમને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. થરાદ તાલુકાના એક ગામમાં 22 વર્ષીય પરિણીત યુવતી પોતાની માતાને હાથે વાગેલ હોઇ 2-3 મહિનાથી ઘરનું કામકાજ કરવા માટે પિયર આવી હતી. અને તા.12/11/2014ના રોજ ગામના ખેડૂતના ખેતરે ખેતમજુરી કરવા ગયેલ હતી.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

 

આ વખતે સાંજના પાંચેક વાગ્યાના સુમારે તેણીનો પિતરાઇ ભાઇ રામજીભાઇ કેવળાભાઇ માજીરાણા ખેતરમાં આવીને ઘેર મહેમાન આવ્યા હોઇ બોલાવે છે તેમ કહેતાં તેની સાથે ઘરે આવવા રવાના થઇ હતી. ત્યારે રસ્તામાં મોઢા પર રૂમાલ બાંધી નરાધમ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. આ બાબતે તેણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નરાધમ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

આ કેસ થરાદની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં એડીશનલ સેશન્સ જજ બી.એસ.પરમારની કોર્ટ થરાદમાં ગુરૂવારે ચાલી ગયો હતો. જેમાં એ.પી.પી.આર.ડી.જોષીની દલીલો ગ્રાહ્ય રાખી ઉપરોક્ત ગુનાના કામે રામજીભાઇ કેવળાભાઇ માજીરાણાને તકસીરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદ અને 10 હજારના દંડની સજા ફરમાવી હતી. તેમજ દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદનો હુકમ કર્યો હતો.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!